गुजरात

પાલિતાણા-સુરત વચ્ચે ટ્રેન શરૃ કરવા રજૂઆત | Proposal to start train between Palitana Surat



ત્રણ
તાલુકાના હજારો લોકો ખાનગી બસોમાં મુસાફરી કરવા મજબૂર

ગારિયાધાર
તાલુકાને પણ રેલ કનેક્ટિવિટીથી જોડવી જરૃરી

પાલિતાણા 
–  યાત્રાધામ
પાલિતાણાથી સુરત વચ્ચે ડેઈલી ટ્રેન શરૃ કરવાની માંગણી સાથે કેન્દ્રીય મંત્રીને
રજૂઆત કરવામાં આવી છે.

કોરોના
પહેલા પાલિતાણા-ભાવનગર વચ્ચે દિવસમાં ચાર ટ્રેન શરૃ હતી. તે ઘટાડી હાલ બે જ ટ્રેન
શરૃ રાખવામાં આવી છે. જેથી પાલિતાણા અને સિહોર તાલુકાના લોકોને મુશ્કેલીનો સામનો
કરવો પડી રહ્યો છે. ત્યારે અગાઉની જેમ જ ચાર ટ્રેન દોડાવવાની માંગ ઉઠી છે. આ
ઉપરાંત પાલિતાણા
, ગારિયાધાર અને સિહોરમાંથી દરરોજ હજારો લોકો સુરત જવા ખાનગી ટ્રાવેલ્સ
બસોમાં મુસાફરી કરવા મજબૂર હોય
, રેલવે તંત્ર દ્વારા
પાલિતાણા-સુરત વચ્ચે દરરોજ સીધી ટ્રેન સુવિધા શરૃ કરવા અને ભાવનગર-મુંબઈ વચ્ચે
વંદેભારત ટ્રેન શરૃ કરવા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રીએ ભાવનગરના સાંસદ એવમ્
કેન્દ્રીય મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.



Source link

Related Articles

Back to top button