યુનિ.ના લાઈફ લોન્ગ લર્નિંગ સેન્ટર દ્રારા ૧૪ નવા વોકેશનલ કોર્સ શરુ કરાયા | life long learning center of msu launch 14 new vocational courses

![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં વોકેશનલ કોર્સ માટે ચાલતા સેન્ટર ફોર લાઈફ લોન્ગ લર્નિંગ એન્ડ એક્સ્ટેન્શન દ્વારા નવા શૈક્ષણિક વર્ષ માટે બેઝિક એઆઈ સહિતના ૧૩ શોર્ટ ટર્મ અને એક લોન્ગ ટર્મ એમ ૧૪ નવા કોર્સ શરુ કરવામાં આવ્યા છે.
આ વર્ષે કુલ ૪૩ કોર્સમાં પ્રવેશ આપવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે અને તા.૨૫ જૂન ઓનલાઈન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે.અત્યાર સુધીમાં ૯૦૦ જેટલા ફોર્મ ભરાઈ ચૂકયા છે.
લાઈફ લોન્ગ લર્નિંગ સેન્ટરના મોટાભાગના કોર્સ એવા છે જેમાં શૈક્ષણિક લાયકાતની જરુર નથી હોતી.કેટલાક કોર્સમાં ધો.૧૨ પાસ હોવુ જરુરી છે.ગણતરીના કોર્સમાં પ્રવેશ માટે ડિગ્રી હોવી જરુરી છે.
સૂત્રોના કહેવા પ્રમાણે આ વર્ષે પણ જ્યોતિષ, ફેશન ડિઝાઈનિંગ, ઈન્ડસ્ટ્રીયલ હેલ્થ, એક્સપોર્ટ ઈમ્પોર્ટ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ જેવા કોર્સમાં પ્રવેશ માટે ધસારો વધારે છે.તા.૩૦ જૂનથી ઉમેદવારોની ફી સ્વીકારવાનું શરુ કરાશે.જોકે જરુર પડે તો ફોર્મ ભરવાની તારીખ પણ લંબાવવામાં આવશે.
કયા નવા કોર્સ શરુ કરાયા
શોર્ટ ટર્મ
બેઝિક એઆઈ
ઈન્ટ્રોડક્શન ટૂ એઆઈ
વિઝ્યુઅલ કોમ્યુનિકેશન ફોર સોશ્યલ મીડિયા ગ્રાફિક્સ ડિઝાઈનિંગ
આર્ટ એન્ડ ક્રાફ્ટસ
અર્ગોનોમિક્સ ફોર બિગિનર્સ
એલ્ડરલી કેર
ફાઉન્ડેશન ઓફ ફેશન આર્ટ સ્કેચિંગ
મહેંદી
મોર્ડન હોમ ઈન્ટિરિયર્સ
હિલિંગ સર્ટિફિકેટ કોર્સ
મેડિટેશન સર્ટિફિકેટ કોર્સ
યોગા ફોર હેલ્ધી લિવિંગ
લોન્ગ ટર્મ
પ્રોજેકટ મેનેજમેન્ટ



