શટલ રિક્ષામાં બેઠેલી વૃદ્ધાએ ૯૩ ગ્રામ સોનાના દાગીના ગુમાવ્યા | An elderly woman sitting in a shuttle rickshaw lost 93 grams of gold jewelry

![]()
,શટલ રિક્ષામાં બેઠેલા વૃદ્ધાના પર્સમાંથી મુસાફરના સ્વાંગમાં બેઠેલા ચોર ૯.૩ તોલાના દાગીના અને રોકડ મળી કુલ ૨.૫૮ લાખની મતા ચોરી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૃ કરી છે.
વાઘોડિયારોડ બાપોદ જકાતનાકા પાસે મહાલક્ષ્મી પાર્ક સોસાયટીમાં રહેતા કલાબેન શૈલેષકુમાર દેસાઇએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૬ મી તારીખે અમારા ઘરે સમારકામ કરવાનું હોવાથી મારા દાગીના ડબીમાં મૂકી મારા પતિ અને પૌત્રી સાથે બહેનના ઘરે જવા નીકળ્યા હતા.બાપોદ જકાતનાકા પાસેથી રિક્ષામાં અમે બેઠા હતા. રિક્ષામાં અગાઉથી ત્રણ મુસાફરો બેઠા હતા. વાઘોડિયારોડ ગીરિરાજ સોસાયટી પાસે અમે ઉતર્યા હતા. ત્યારબાદ અમે ચાલતા જતા હતા. મારે બીમારીની દવા લેવાની હોઇ પર્સ કાઢતા પર્સમાંથી દાગીના અને રોકડા ગાયબ હતા. રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા આરોપીઓ ૯૩ ગ્રામ વજનના દાગીના તેમજ રોકડા ૩ હજાર ચોરી ગયા હતા.ઉલ્લેખનીય છે કે, સોનાનો ભાવ હાલમાં ૧.૫૫ લાખ છે, જ્યારે પોલીસે માત્ર સાડા છ હજાર જ ગણ્યો છે.



