गुजरात

ભાવનગરની યુવતી સાથે અમદાવાદના પિતા-પુત્રએ 95.53 લાખની ઠગાઈ કરી | Ahmedabad father son cheated a Bhavnagar girl of Rs 95 53 lakh



મોલમાંથી
સસ્તા ભાવે માલ ખરીદવાની લાલચ આપી

અમદાવાદનો
મોલ બંધ થવાનો છે તેમ કહી સસ્તા ભાવે માલ ખરીદી ઊંચા ભાવે વેચી નફો મેળવવાની લાલચ
આપી હતી

ભાવનગર
–  શહેરના નવાપરા પારસીની અગિયારી પાસે
આવેલ પ્રાઈમ ફ્લેટમાં રહેતી યુવતીને મોલમાંથી સસ્તાભાવે માલ ખરીદવાની લાલચ આપી
પિતા-પુત્રએ  રૃ.૯૫.૫૩ લાખની છેતરપિંડી
આચરી હતી.

શહેરના
નવાપરા પારસીની અગિયારી પાસે આવેલ પ્રાઈમ ફ્લેટમાં રહેતા ગુલશનબેન હસનભાઈ
શ્રીમાળીના સગા કાકાનો દિકરો યુનુસભાઈ સુલેમાનભાઈ શ્રીમાળી (રહે. રોનકપાર્ક
, એપીએમસી માર્કેટ પાછળ,
વેજલપુર, જુહાપુરા, અમદાવાદ)
જે અમદાવાદ શહેરમાં અનાજ કરીયાણુ તેમજ અન્ય તમામ ચીજવસ્તુઓનો મોલ ચલાવતો હોય અને
રીલાયન્સના વેરહાઉસનુ માલ ખરીદવાનુ લાયસન્સ છે. તેવુ ગુલશનબેનને જણાવી અને
ગુલાશાનબેનના ઘરે આવી કહેલ કે
, અમદાવાદ શહેરમાં મોલો બંધ
થવાના હોય જે મોલનો માલ સામાન સસ્તા ભાવે મળતો હોય જેનો માલ ખરીદ કરી ઉંચા ભાવે
વેચી નફો મેળવવા માટે વધુ માલ લેવા માટે મારે વધારે પૈસાની જરૃરીયાત હોય મારી પાસે
હાલ પૈસા નથી તમો તમારી પાસે રહેલા પૈસા આપો જેથી માલ ખરીદી શકુ અને તેમાથી મળતો
નફો તમને આપીશ જેવી લાલચ આપી અલગ-અલગ સમયે પૈસાની માંગણી કરતા ગુલશનબેનએ  યુનુસને કટક-કટકે અલગ-અલગ તારીખે અલગ-અલગ મળી
કુલ રૃ. ૧
,૦૪,૯૩,૦૦૦
યુનુસના દિકરા પરવેઝના એકાઉન્ટ નંબરમાં તથા આંગડીયા મારફતે તથા રોકડા આપ્યા હતા.
જે પૈકી પિતા-પુત્રએ ગુલશંબેનને રૃ.૯
,૪૦,૦૦૦ આપ્યા હતા અને બાકીના રૃ.૯૫,૫૩,૦૦૦ ગુલશનબેનને પરત આપતા ન હોય અને ગુલશંબેન રૃબરૃ તેના ઘરે અમદાવાદ ખાતે
આ પૈસાની ઉઘરાણી માટે ગયેલ ત્યારે તેને ગાળો આપી મારી નાખવાની તેમજ ગુલશંબેનના
દિકરા ફયાનના ટાંટીયા ભાગી નાખવાની ધમકી આપી પિતા-પુત્રએ ગુલાશંબેન સાથે
વિશ્વાસઘાત કર્યો હતો.આ બનાવ સંદર્ભે ગુલશનબેને પિતા-પુત્ર વિરૃધ્ધ ગંગાજળિયા
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.



Source link

Related Articles

Back to top button