गुजरात

પંચમહાલ: ઘોઘંબાના ગુણેસિયા ગામમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ, 4 લાખથી વધુના જથ્થા સાથે એકની ધરપકડ | Panchmahal: Illegal Cannabis Farm Busted in Ghoghamba One Arrested with Crop Worth ₹4 Lakh



Illegal Cannabis Farm Busted In Panchmahal: પંચમહાલ જિલ્લામાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. પોલીસને એક મોટી સફળતા મળી છે, જેમાં ઘોઘંબા તાલુકાના ગુણેસિયા ગામેથી ગેરકાયદે રીતે કરવામાં આવતી ગાંજાની ખેતી ઝડપી પાડવામાં આવી છે.

સીમમાંથી મળ્યા ગાંજાના 16 છોડ

મળતી માહિતી અનુસાર, પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. ની ટીમને ઘોઘંબાના ગુણેસિયા ગામમાં ગાંજાનું વાવેતર થયું હોવાની બાતમી મળી હતી. તેના આધારે પોલીસે ગુણેસિયા ગામે દરોડો પાડ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન ગામમાં એક વ્યક્તિના કબજાની જમીનમાંથી ગેરકાયદે વાવેતર કરાયેલા લીલા ગાંજાના 16 છોડ મળી આવ્યા હતા. કબજે કરાયેલા ગાંજાના છોડનું કુલ વજન 9.050 કિલોગ્રામ જેટલું થાય છે. આ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત 4.52 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી છે.

NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ

આ ગેરકાયદે નશાના કારોબાર મામલે એસ.ઓ.જી. પોલીસે સ્થળ પરથી જ ખેતી કરનાર મુખ્ય આરોપી મંગા નાયકની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપી વિરૂદ્ધ કાયદાનો સકંજો કસતા દામાવાવ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.



Source link

Related Articles

Back to top button