ખરીદીના બહાને દુકાનમાં જઇ ચોરીઓ કરતી ત્રિપુટી ઝડપાઇ | Trio caught stealing from shop under pretext of shopping

![]()
વડોદરા,ખરીદીના બહાને દુકાનમાં જઇ દુકાનદારની નજર ચૂકવીને ચોરી કરતી ત્રિપુટીને પાણીગેટ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ મકરપુરા પોલીસ સ્ટેશનના ગુનાની પણ કબૂલાત કરી છે.
ડભોઇ રોડ ગણેશનગર નજીક આવેલી દુકાનમાં ખરીદીના બહાને આવીને બે ટીવીની ચોરી કરીને એક મહિલા સહિત ત્રણ આરોપી ફરાર થઇ ગયા હતા. દરમિયાન પાણીગેટ પોલીસ સ્ટેશનના પી.આઇ.એ.બી. પટેલની સૂચના મુજબ સ્ટાફે તપાસ હાથ ધરતા ત્રણ શકમંદ બે ટી.વી., પંખા,ઇસ્ત્રી, પાણીની મોટર વગેરે સામાન સાથે મળી આવ્યા હતા. સઘન પૂછપરછ દરમિયાન સામાન ચોરીનો હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે બે ટુ વ્હિલર સહિત ચોરીનો સામાન કિંમત રૃપિયા ૪.૭૦ લાખનો કબજે કર્યો છે. પોલીસે (૧) પીયૂષ રાજુભાઇ ઝાલા (૨) રાજુ ગણપતભાઇ ઝાલા તથા (૩) મોનીકા રાજુભાઇ ઝાલા ( તમામ રહે. ગોકુલેશ સિટિ, શંકરપુરા ગામની બાજુમાં,તા. વાઘોડિયા) ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



