गुजरात

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai ewe ofes lon Vatva



અમદાવાદ,શનિવાર

અમદાવાદ રેલવે વિભાગમાં ટ્રેક ડ્રાઇવર તરીકે કરતા કર્મચારી નિષ્ઠા પૂર્વક નોકરી કરતા ન  હતા. જેથી ઉચ્ચ અધિકારીએ તેમને ચાર્જશીટ આપી હતી જેની અદાવત રાખીને અધિકારી ઉપર હુમલો કર્યો હતો. જેમાં અધિકારી મોપેડ લઇને જતા  હતા ત્યારે વટવામાં રેલવે સ્ટેશન પાસે તેમના વાહનનો બાઇકથી ટક્કર મારી હતી અને અધિકારીનો હાથ પકડીને મચકોેડી નાંખીને તેમને ઢોર માર મારીને હવ પછી ચાર્જશીટ આપીશ તો મારી નાંખવાની તથા પરિવાર પર હુમલો કરવાની ધમકી આપી હતી. આ બનાવ  અંગે કાલુપુર રેલવે પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રેલવે  અધિકારીના મોપેડ સાથે બાઇક અથડાવી

વટવામાં વિઝોલ પાસે  રહેતા અને રેલવેમાં સહાયક મંડલ સમગ્રી પ્રબંધક અધિકારી તરીકે નોકરી કરતા આધેડે રેલવે પોલીસ સ્ટેશનમાં સાબરમતીમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે આરોપી રેલવે વિભાગમાં ટ્રેક ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમની ફરજ નિષ્ઠા પૂર્વક  બજાવતા ન હતા અને ઉચ્ચ અધિકારીઓના આદેશનું પાલન કરતા ન હતા જેથી તેમને તાજેતરમાં એસ.એફ. ૧૧ નામની ચાર્જશીટ આપી હતી.

જેની અદાવત રાખીને ફરિયાદી તા. ૧૨ના રોજ મોપેડ લઇને તેમના ઘરે જતા હતા ત્યારે આરોપીએ તેમના વાહનને બાઇકથી ટક્કર મારી હતી અને અધિકારીનો હાથ પકડીને મચકોેડી નાંખીને તેમને ઢોર માર મારીને હવ પછી ચાર્જશીટ આપીશ તો મારી નાંખવાની તથા પરિવાર પર હુમલો કરવાની ધમકી આપી હતી. 



Source link

Related Articles

Back to top button