કોબડી ગામે દંપતી અને પુત્રી પર 4 લોકોનો ધોકા વડે હુમલો | Couple and daughter attacked with sticks by 4 people in Kobdi village

![]()
ઇજાગ્રસ્ત ત્રણેયને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા
મહિલાના ભાઈનું વેવિશાળ તૂટી જતા તેની દાજ રાખી ચાર લોકોએ ઘરે આવી માર
મારી ધમકી આપી
ભાવનગર – કોબડી ગામે રહેતા મહિલાના ભાઈનું વેવિશાળ તૂટી જતા તેની
દાજ રાખી એક મહિલા સહિત ચાર લોકોએ હથિયાર સાથે મહિલાના ઘરે ધસી આવી દંપતી અને
પુત્રીને ગાળો આપી લાકડી ધોકા વડે માર મારી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી
આપી હતી.
નવા રતનપર ગામના વતની અને હાલ કોબડી ખાતે રહેતા ભાનુબેન ગોરધનભાઈ વેગડના
ભાઈ લાલજીભાઈની સગાઈ ક.પરા ખાતે થયેલ જે સગાઈ તુંટી જતા તેની દાજ રાખી ગોપાલ તથા
હાદક તથા અનિતાબેન અને ચિરાગ ચારેય અલગ-અલગ બે મોટરસાયકલ લઈને ભાનુબેનના ઘરે ધસી
આવ્યા હતા અને ગોપાલે રસની લાકડી ભાનુબેનને માથાના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી
તથા ભાનુબેનના પતિ ગોરધનભાઈ બચાવવા વચ્ચે પડતા હાદક ઉર્ફે ભોલાએ લાકડાના ધોકાનો એક
ઘા ઝીંકી ઈજા પહાંેચાડી હતી. તદુપરાંત પુત્રી રવિનાબેનને લાકડી વડે માર મારી ઇજા
પહોંચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે ભાનુબેનેએ એક
મહિલા સહિત ચાર લોકો વિરૃધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ
શરૃ કરી છે.



