અમદાવાદની ચોંકાવનારી ઘટના: હત્યાના પ્રયાસના ગુનાથી બચાવવા દીકરાને સગીર બતાવવા માતાએ ખોટું LC રજૂ કર્યું | Ewe taropwen pwarata mi chofona a kawor pwe epwe pwarata pwe noun we at ese kukkun ierin

![]()
Ahmedabad Ramol Police : રામોલમાં હત્યાની કોશિષના ગુનામાં આરોપી પુત્રે સગીવયનો બતાવવા માટે માતાએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આરોપી પુત્રએ વર્ષ પહેલા મિત્રને ચાકુના ઘા મારતોં આંતરડું બહાર આવી ગયું હતું. આ કેસમાં ફરાર આરોપીને પોલીસે અટક કર્યો હતો. આ હત્યાના પ્રયાસના ગુનામાં જુવેનાઇલ તરીકેનો લાભ મળે તેના માટે સ્કૂલનું ખોટું લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરાયું હતું, જેમાં પોલીસને શંકા જતાં તપાસ કરાવતા ભાંડો ફૂટયો હતો. રામોલ પોલીસે આરોપી અને તેની માતા સામે ખોટું લિવિંગ સટફિકેટ રજુ કરવા અંગે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે
રામોલના રામરાજ્યનગરમાં રહેતા યુવકે તા. 24-10-2025 ના રોજ તેના મિત્ર ઉપર ચાકુથી હુમલો કર્યો હતો આ ખુનની કોશિષના કેસમાં વર્ષથી નાસતો ફરતો હતો. પોલીસ બાતમી આધારે તેના ઘરે આવી હતી અને તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો. પોલીસે તેની ઉંમર પૂછતા 19 વર્ષ હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે આરોપીની હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી હતી.
બીજા દિવસે આરોપીની માતા પોલીસ સ્ટેશને આવી હતી. આરોપીની માતાએ સ્કૂલ લિવિંગ સટફિકેટ પોલીસ સમક્ષ રજૂ કરતા પુત્ર સગીર વયનો હોવાની વાત કરી હતી જેથી સ્કૂલ લિવિંગ સટફિકેટમાં જોતા તેની જન્મ તારીખ માં ચેડા કરીને એક વર્ષ નાનો હોવાનું દર્શાવ્યું હતું. સટફિકેટમાં ડુપ્લીકેટ હોવાથી પોલીસને જન્મ તારીખના આંકડા અને શબ્દોમાં ચેડા થયા હોવાની શંકા જતાં સ્કૂલમાં જઇને તપાસ કરતા તેનું અસલી સ્કૂલ લિવિંગ સટફિકેટ ખોવાઈ ગયું હતું હોવાનું કહીને ડુપ્લીકેટ લિવિંગ સટફિકેટ કાઢાવ્યું હતું અને જેમાં જુલાઈ જન્મ તારીખમાં ફેરફાર કર્યો હતો. સ્કૂલમાં ખરાઈ કરાવતા ચેડા કરવામાં આવ્યું હોવાનુ બહાર આવ્યુ હતું.,આરોપીની માતાએ પોતાના દીકરાને જુવેનાઇલ તરીકેનો હત્યાની કોશિષના ગુનામાં સગીરનો લાભ મળે તેના માટે સ્કૂલ લિવિંગ સટફિકેટમાં ચેડા કર્યા હોવાનું સાબિત થતાં તેની માતા સામે પણ ગુનો નોંધ્યો હતો.



