दुनिया

ઇઝરાયેલ-ઇરાનમાં ફરી મિસાઇલ હુમલા, યુદ્ધનો સળવળાટ | Missile attacks again in Israel Iran war looms



– બે મહિનાના યુદ્ધવિરામ પછી પહેલી વખત બંને દેશોનો એકબીજા પર મિસાઇલમારો 

– ઇઝરાયેલ પર ઇરાન-હીઝબુલ્લાહ અને હુથીઓએ એકસામટો હુમલો કરતાં આખા દેશમાં સ્કૂલો બંધ : ઇરાને ઇઝરાયેલ સામે સૈન્ય અભિયાન અટકાવ્યું, પરંતુ વધુ હુમલા થયાં તો જવાબ આપવાની ધમકી

દુબઈ : મધ્યપૂર્વમાં ફરીથી યુદ્ધની ચિનગારી ભડકી ઉઠી છે. ઇઝરાયેલના આતંકવાદી સંગઠન હીઝબુલ્લાહને ખતમ કરવા લેબનોન પર સતત હુમલાના પગલે ઇરાને ઇઝરાયેલ પર મિસાઇલ હુમલો કરતાં ઇઝરાયેલે પણ ઇરાન પર વળતો પ્રહાર કર્યો હતો. તેના લીધે મધ્યપૂર્વની શાંતિ ડહોળાવવાનું જોખમ વધી ગયું છે. ઇઝરાયેલે ઇરાનની મિસાઇલ સાઇટ્સ પર હુમલો કર્યા હતા. 

આમ બે મહિનાના યુદ્ધવિરામ પછી ઇઝરાયેલે અને ઇરાને પહેલી જ વખત એકબીજા પર હુમલા કર્યા છે. ઇઝરાયેલે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે લેબનોન પર આક્રમણ બંધ કરીને યુદ્ધ અટકાવવાની વિનંતી કરી હોવા છતાં પણ યુદ્ધ જારી રાખ્યું છે. ઇઝરાયેલ કોઈપણ સંજોગોમાં હીઝબુલ્લાહને બેઠું થવા દેવા માંગતું નથી. લેબનોન પરના આ અવિરત હુમલાના પગલે ઇરાને ઇઝરાયેલ પર શ્રેણીબદ્ધ મિસાઇલ હુમલા કર્યા હતા.  ઇઝરાયેલે ઇરાનને વળતો જવાબ આપતા બરોબરનો હુમલો કર્યો હતો. ઇઝરાયેલે ઇરાનની પેટ્રોમિકલ ફેક્ટરી પર હુમલો કર્યો હતા. બીજી બાજુએ તેલઅવીવ મિસાઇલોના અવાજથી ગૂંજી ઉઠયુ હતુ. ઇરાને હૈફા ખાતે ઇઝરાયેલના મિસાઇલ ઉત્પાદન એકમ પર હુમલો કર્યો હતો.

ઇરાને રવિવારે સાંજે ઇઝરાયેલ પર સંખ્યાબંધ મિસાઇલો વડે પ્રહાર કર્યો હતો. આમ અમેરિકા-ઇરાન વચ્ચેની શાંતિ મંત્રણામાં માંડ થોડી ઘણી પ્રગતિ થતી લાગતી હતી ત્યાં હવે ફરીથી યુદ્ધની ચિનગારી ભડકી ઉઠી લાગે છે.ટ્રમ્પે પોસ્ટ કરી હતી કે ઇઝરાયેલ-ઇરાને એકબીજા પર મિસાઇલ મારો કરવાનુ બંધ કરવું જોઈએ.આશ્ચર્યની વાત તો એ હતી કે ઇઝરાયેલ પર ફક્ત ઇરાન જ નહીં ઇરાન-હીઝબુલ્લાહ અને હુથીઓએ એકસાથે હુમલો કર્યો હતો. આ હુમલાના લીધે આખા ઇઝરાયેલમાં સ્કૂલો બંધ રહી હતી, પરંતુ કારોબારો ચાલુ રહ્યા હતા. રસ્તા પર વાહન વ્યવહાર મર્યાદિત હતો. 

ઇરાનના લશ્કરના જોઇન્ટ કમાન્ડે જણાવ્યું હતું કે જો ઇઝરાયેલ અને તેના સહયોગીઓ દક્ષિણ લેબનોન સહિતના વિસ્તારોમાં આક્રમક કાર્યવાહી જારી રાખશે તો તેઓએ તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. આ પ્રકારના હુમલાઓનો આકરામાં આકરો જવાબ આપવામાં આવશે. ઇઝરાયેલ અને ઇરાન બંને ફરી પાછા બાખડી પડતા પાછા મધ્યપૂર્વના દેશોની રાજકીય કવાયત તેજ થઈ ગઈ હતી. ઇજિપ્ત, સાઉદી અરેબિયા, તુર્કી, પાકિસ્તાન અને કતારના અધિકારીઓએ ટ્રમ્પ તંત્રને વિનંતી કરી હતી કે તેઓ ઇઝરાયેલ પર દબાણ લાવે જેથી તે હુમલા કરતું અટકે. તેની સાથે તેઓએ ઇરાનના અધિકારીઓને પણ ઇઝરાયેલ પર વળતો હુમલો કરતાં રોકવા વિનંતી કરી હતી. 

ઇરાને ઇઝરાયેલની સામે જાતે જ હુમલા અટકાવી દીધા હતા અને જણાવ્યું હતું કે તેઓ હવે ઇઝરાયેલ પર વધુ હુમલા કરવા માંગતા નથી, પરંતુ ઇઝરાયેલ જો લેબનોનમાં તેની આક્રમક કાર્યવાહીનો અંત નહીં લાવે તો તેમણે વધુ હુમલા કરવાની ફરજ પડી શકે છે. ઇરાને લેબનોનમાં ઇઝરાયેલની આક્રમક કાર્યવાહીનું ઠીકરું અમેરિકાના માથે ફોડયુ હતુ. તેનું કહેવું હતું કે જો અમેરિકાએ મધ્યપૂર્વમાં યુદ્ધ છેડયું ન હોત તો આ સ્થિતિ આવી જ ન હોત. તેની સાથે ઇઝરાયેલના કોઈ પગલાંમાં અમેરિકા સંમત ન હોય તેવું બને જ નહીં.

બીજી બાજુએ યુદ્ધ શરુ કરવામાં ઉતાવળા બનેલા અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેના મતભેદો દિવસ વીતવાની સાથે વધતા જ જાય છે. ટ્રમ્પને મધ્યવર્તી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખાડી યુદ્ધ કાયમ માટે બંધ કરવું છે. તેનાથી વિપરીત નેતન્યાહુ ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણી પહેલા હીઝબુલ્લા સામે મજબૂત કાર્યવાહી કરનારા નેતા તરીકે પ્રસ્થાપિત થવા માંગે છે તેથી તે કોઈપણ રીતે યુદ્ધ બંધ કરવાની ફિરાકમાં નથી. તેઓ જરા પણ ઇચ્છતા નથી કે નેતન્યાહુની આગેવાનીમાં ઇઝરાયેલ હીઝબુલ્લાહ સામે નબળું પડી ગયેલું દેખાય, પછી ભલેને તેમના પર ગમે તેવું દબાણ કેમ ન હોય. 



Source link

Related Articles

Back to top button