બલુચિસ્તાન અંગે ચીન પાકિસ્તાનને અમેરિકાનો ઝટકો : BLA ને UN ટેરર સેન્કશનમાંથી બચાવ્યું | US hits China Pakistan over Balochistan: BLA saved from UN terror sanctions

![]()
– ભારતને આતંકવાદનું પ્રયોજક સાબિત કરવામાં ચીન-પાક. નિષ્ફળ
– બલુચ લિબરેશન આર્મી (BLA) કે મજીદ બ્રિગેડ ને અલકાયદા કે ઇસ્લામિક સ્ટેટ (ISIL)સાથે જોડવા માટે પૂરતા પૂરાવા નથી : વૉશિંગ્ટન
નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્રમાં બલુચ લિબરેશન આર્મી (બીએલએ) તથા મજીદ બ્રિગેડને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ ૧૨૬૭ નીચેના આતંકવાદ અંગેનાં પ્રાવધાનોમાં નામિત કરવા ઉપર અમેરિકાએ વીટો વાપરી ચીન પાકિસ્તાનની મુરાદ ઉપર પાણી ફેરવી દીધું છે. પાકિસ્તાન અને ચીને સાથે મળી તે બંને સંગઠનોને અલકાયદા કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેબેની સાથે જોડવાના ચીન અને પાકિસ્તાનના પ્રસ્તાવને અમેરિકાએ વીટો વાપરી ફગાવી દીધો હતો.
અમેરિકાનું આ પગલું પાકિસ્તાન અને ચીન માટે રાજકીય ઝટકા સમાન મનાય છે. ઇકોનોમિક ટાઈમ્સના રીપોર્ટ પ્રમાણે ભારત અમેરિકા તથા ફ્રાંસને યુએનની સલામત સમિતિમાં તે પ્રસ્તાવ પર વીટો વાપરવા કે વિરોધી મતદાન કરવા જણાવ્યું હતું તેઓ સહમત પણ થયા હતા. તેથી ચીન-પાકિસ્તાનની આ સાજિશ નિષ્ફળ ગઇ હતી.
ઇકોનોમિક ટાઈમ્સનો રીપોર્ટ આગળ જણાવે છે કે અમેરિકાએ પોતાનું વલણ હવે સ્પષ્ટ કરી દીધું છે તેણે પહેલેથી અન્ય સભ્યોને સંકેત આપી જ દીધો હતો કે તે એ પ્રસ્તાવને અટકાવી દેશે. સમાચારો તે પણ જણાવે છે કે ફ્રાંસ ઉપરાંત બ્રિટને પણ અમેરિકાનાં એ વલણને સાથ આપ્યો હતો કે બલુચ લિબરેશન આર્મી કે મજીદ બ્રિગેડને અલકાયદા કે આઈએસઆઈએલ સાથે જોડવા માટે કોઈ નક્કર પુરાવા નથી.
સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિમાં જ્યારે ચીન – પાકિસ્તાને રજૂ કરેલા તે પ્રસ્તાવ ઉપર મતદાનની પણ વાત ચાલી હતી ત્યારે રશિયા ચર્ચા દરમિયાન મૌન જ રહ્યું હતું.



