दुनिया

POKમાં મુનીરનો નરસંહાર : 12 રીઝર્વ સીટોના વિવાદમાં રમખાણો ફાટી નીકળ્યા : 27નાં મોત, 200 ઘાયલ | POK: Riots break out in dispute over 12 reserved seats: 27 dead 200 injured



– વિપ્લવીઓએ ગોરિલ્લા યુદ્ધ શરૂ કર્યું : હોસ્પિટલ કબ્જે કરી : રાત્રે મહાસંગ્રામ

– જોઇન્ટ એકશન કમિટીનું કહેવું છે કે ભારત સાથેનાં યુદ્ધો દરમિયાન જે શરણાર્થીઓ અહીં આવ્યા તેમને રીઝર્વ શીટ રખાતાં મૂળ વતનીઓને નુકસાન

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના કબ્જા નીચેનાં કાશ્મીરમાં હિંસા ભભૂકી ઊઠી છે. વિધાનસભાની ૧૨ આરક્ષિત સીટોને લીધે સંઘર્ષ ચાલે છે. ત્યાં જન આંદોલનનું નેતૃત્વ જમ્મુ-કાશ્મીર જોઇન્ટ આવામી એકશન કમિટીને સીટો રદ્દ કરવાની માગણી કેટલાયે સમયથી કરી રહ્યું છે. તેમનું કહેવું તેમ છે કે તેથી સ્થાનિક લોકોનું પ્રતિનિધિત્વ ઘટી જશે.

વાસ્તવમાં પાકિસ્તાનના કબ્જા નીચેનાં કાશ્મીરમાં માત્ર ૫૩ સભ્યોની જ વિધાનસભા છે. તેનાં ભારત સાથેનાં યુદ્ધો દરમિયાન શરણાર્થીઓ તરીકે આવેલાઓને માટે ૧૨ સીટો આરક્ષિત રાખવાનો પાકિસ્તાનની સમવાયતંત્રી સરકારે નિર્ણય કર્યો. તે શરણાર્થીઓમાં ભારત સાથે ૧૯૪૭, ૧૯૬૫ અને ૧૯૭૧નાં યુદ્ધ વિખતે ભારત છોડી નાસી આવેલાઓનો સમાવેશ થાય છે. એટલે માત્ર ૪૧ સીટો ઉપર જ સ્થાનિક લોકો ચૂંટણી લડી શકે એટલે કે, આશરે ૨૫ ટકાથી વધુ સીટો સ્થાનિક લોકોના હાથમાંથી જતી રહે.

આ મુદ્દે પહેલાં જેએએસીના પ્રતિનિધિઓ પાકિસ્તાનની સમવાયતંત્રી સરકારને ઘણી વાર મળ્યા હતા. ત્યારે તેમને ઠાલાં વચનો પણ આપ્યાં હતાં.

હવે જ્યારે પાકિસ્તાન કબ્જા નીચેના જમ્મુ અને કાશ્મીરના વિસ્તારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે પણ આ મુદ્દે ઉકેલ ન મળતાં જનતા સડક ઉપર આવી ગઈ છે. પાટનગર મુઝફ્ફરાબાદ સહિત અનેક શહેરોમાં તોફાનો થઇ રહ્યાં છે. મુઝફ્ફરાબાદ હિંસા એટલી વકરી હતી કે પોલીસને ગોળીબાર કરવો પડયો હતો, તેમાં ૨૭નાં મોત થયાં છે. ૨૦૦થી વધુ ઘાયલ થયા છે. મુનીરનાં લશ્કરે અંધાધૂંધ વરસાયેલી ગોળીઓ સામે જનતાનો વિરોધ ફાટી નીકળ્યો છે. ત્યાં ગોરિલ્લા યુદ્ધ શરૂ થઇ ગયું છે. વિપ્લવીઓએ હોસ્પિટલ કબ્જે કરી છે. આજે રાત્રે મહાસંગ્રામ થશે.



Source link

Related Articles

Back to top button