गुजरात
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં દારૂ સાથે એક શખ્સ ઝડપાયો : વિદેશી દારૂ અને બીયરનો જથ્થો કબજે, અન્ય બે આરોપીઓ ફરાર | A man was caught with liquor in Patel Colony area of Jamnagar

![]()
Jamnagar Police : જામનગર શહેરના સીટી “બી” ડિવિઝન વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પટેલ કોલોની શેરી નં. 9 પાસે જાહેરમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ અને વહન કરવામાં આવતો હોવાની માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન પ્રમોદસિંહ નિર્મળસિંહ ચાવડા નામના દારૂના ધંધાર્થીને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે યશ રાવલ અને દિગ્વિજયસિંહ જાડેજા નામના બે આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે સ્થળ પરથી પરમીટ વગર રાખવામાં આવેલ વિદેશી દારૂની બોટલો તથા બીયરના 30 ટીન મળી કુલ રૂપિયા 7,775ની કિંમતનો જથ્થો કબજે કર્યો હતો. આ અંગે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ), 116(બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



