गुजरात

જામનગરમાં મયુરનગર તેમજ ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં ગઈકાલે 2 સ્થળે જુગારના દરોડા : 3 મહિલા સહિતા 11 જુગારીઓ ઝડપાયા | Gambling raids were conducted at 2 places in Mayurnagar and Grain Market areas in Jamnagar



Jamnagar Gambling Raid : જામનગર શહેરમાં જાહેરમાં ચાલતા જુગારધામો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના સીટી “એ” ડિવિઝન તથા સીટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડી 3 મહિલાઓ સહિત કુલ 11 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

પ્રથમ બનાવમાં સીટી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નદીપા રોડ ખાંડ બજાર ગ્રેઇન માર્કેટના ખૂણા પાસે જાહેરમાં એકી-બેકી નામનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા હતા. પોલીસે દિપકભાઈ પરસોતમભાઈ ચાવલિયા અને અસ્ફાકભાઈ ઇસ્માઈલભાઈ શેખને રોકડ રૂપિયા 11,700 સાથે ઝડપી પાડ્યા હતા.

બીજા બનાવમાં સીટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોકુલનગર મયુરનગર શેરી નં. 3 ખાતે જાહેરમાં તીનપત્તી જુગાર રમતા 3 મહિલાઓ સહિતના 9 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 82,000 તથા ગંજીપત્તાના પાનાં મળી કુલ રૂપિયા 82,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઉપરોક્ત દરોડા દરમિયાન પોલીસે ચમનભાઈ કેશવજીભાઈ પાડલીયા, અજય કરણાભાઈ વાઘેલા, સંજય કિશોરભાઈ મકવાણા, ભરત રાઘવજીભાઈ પાડલીયા, જયપાલસિંહ જુવાનસિંહ જાડેજા, ભુપત ધનાભાઈ ગુજરાતી, જોસનાબેન ભુપતભાઈ ગુજરાતી, નંદકુવરબા જુવાનસિંહ જાડેજા, તેમજ કાંતાબેન ચીનાભાઈ કુનેતિયા સહિત 9 આરોપીઓની અટકાયત કરી લીધી છે.

બંને બનાવોમાં કુલ 11 આરોપીઓ સામે જુગારધારા કલમ-12 મુજબ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને દરોડાઓ દરમિયાન કુલ રૂપિયા 93,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.



Source link

Related Articles

Back to top button