दुनिया

અમેરિકામાં AIને કારણે રેકોર્ડ છટણી, ટેક સેક્ટર સૌથી વધુ પ્રભાવિત, 5 મહિનામાં 87700 નોકરીઓ ઘટી | US Job Cuts Surge as AI Reshapes Workforce 87 700 Positions Eliminated in Five Months



US Job Cuts Surge as AI Reshapes Workforce: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અસર હવે માત્ર કામ કરવાની રીત જ નહીં પરંતુ, નોકરીઓ પર પણ પડી રહી છે. અમેરિકામાં 2026 દરમિયાન જાહેર કરવામાં આવેલી છટણીઓમાં એઆઈ સૌથી મોટું કારણ બની ગયું છે. રિપોર્ટ મુજબ, કંપનીઓ દ્વારા કર્મચારીઓની છટણી માટે એઆઈનો ઉલ્લેખ સતત ત્રીજા મહિને સૌથી વધુ કરવામાં આવ્યો છે.

જાણીતી કંપનીના આંકડા મુજબ, મે 2026માં અમેરિકન કંપનીઓએ કુલ 97,006 નોકરીઓ ઘટાડવાની જાહેરાત કરી હતી. તેમાં લગભગ 40 ટકા છટણી માટે એઆઈને જવાબદાર ગણાવવામાં આવ્યું હતું. પહેલા પાંચ મહિનામાં એઆઈ સાથે જોડાયેલી આશરે 87,700 નોકરીઓની કપાત જાહેર થઈ હતી. જે સમગ્ર 2025ના આંકડા કરતા વધારે છે.

આ પણ વાંચો: VIDEO : ડોમિનિકન રિપબ્લિકમાં પ્લેન ક્રેશ: ટેક-ઓફ વખતે ફંગોળાયા બાદ વિમાન અગનગોળો બન્યું

સૌથી મોટો ફટકો ટેકનોલોજી સેક્ટરને પડ્યો છે. મે મહિનામાં માત્ર ટેક સેક્ટરમાં જ 38,242 નોકરીઓ ઘટાડવાની જાહેરાત કરી હતી. જે છેલ્લા લગભગ બે વર્ષમાં સૌથી ઊંચો માસિક આંકડો છે. વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધી ટેક સેક્ટરમાં 1.23 લાખથી વધુ નોકરીઓ કપાઈ ચૂકી છે. જેમાં, કંપનીઓમાં કરવામાં આવેલ પુનઃગઠન સામેલ છે. ઘણી કંપનીઓ કર્મચારીઓ ઘટાડીને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓટોમેશન પાછળ ખર્ચ કરી રહી છે. 

રસપ્રદ વાત એ છે કે, છટણીઓ છતાં અમેરિકામાં કુલ રોજગાર બજાર મજબૂત છે. ઘણાં સેટર્સમાં નવી ભરતી ચાલુ છે. પરંતુ, માંગ હવે સામાન્ય ઓફિસ કામ કરતા એઆઈ, ડેટા, સોફ્ટવેર અને ટેકનિકલ સ્કીલ્સ ધરાવતા કર્મચારીઓની વધુ છે. એઆઈને કારણે નોકરીઓ સંપૂર્ણપણે ગાયબ થવાને બદલે કામનું સ્વરૂપ ઝડપથી બદલાઈ રહ્યું છે.



Source link

Related Articles

Back to top button