गुजरात
બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત થતા યુવકનું મોત | Youth dies in accident between bike and moped

![]()
વડોદરા,મોડીરાત્રે કરોડિયા – મધુનગર રોડ પર બાઇક અને મોેપેડ વચ્ચે અકસ્માત થતા બાઇકસવારનું મોત થયું છે.
ગોરવા પોલીસ સ્ટેશન પાસે બજાણીયા વાસમાં રહેતો રાકેશ શંકરભાઇ બજાણીયા ગઇકાલે તેના મિત્ર યુવરાજ ભરતભાઇ રાઠવા સાથે બાઇક પર નીકળ્યો હતો. તે દરમિયાન કરોડિયા – મધુનગર રોડ પર એક મોપેડ ચાલકે તેઓની બાઇકને ટક્કર મારી મોપેડ સ્થળ પર મૂકીને ભાગી ગયો હતા. યુવરાજ તથા રાકેશ બજાણીયાને માથામાં ગંભીર ઇજા થઇ હતી. બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન રાકેશ બજાણીયાનું મોત થયું હતું. જ્યારે યુવરાજ હજી સારવાર હેઠળ છે.



