गुजरात

GUJCTOC ના ગુનામાં લાલુ સિન્ધી ગેંગના કાલુ ટોપીના મકાન અને દુકાનની તપાસ | serch of duplex and shop of kalu topr accused of GUJCTOC



વડોદરાઃ દારૃના નેટવર્ક બદલ ગુજસીટોક હેઠળ પકડાયેલી લાલુ સિન્ધી ગેંગના વધુ ત્રણ આરોપીની જેલમાંથી ધરપકડ માટે પોલીસે કોર્ટમાંથી વોરંટ મેળવ્યા છે.

લાલચંદ ઉર્ફે લાલુ અને તેના સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ એસીપી પીએન કટારિયા દ્વારા આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસે આરોપીઓની મિલકતોની માહિતી મેળવી સ્થળ પર સર્ચ કરવાની તજવીજ કરી છે.

આ પૈકી સૂત્રધાર સુનિલ અદો અને લાલુના રિમાન્ડ પુરા થતાં તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે.જ્યારે,હાલમાં જેલમાં રહેલા ગુજસીટોકના ગુનાના ત્રણ આરોપીના કોર્ટમાંથી વોરંટ મેળવવામાં આવ્યા છે.જેથી ટૂંકસમયમાં તેમની પણ ધરપકડ થશે.

પોલીસે લાલુ અને સુનિલની મિલકતોની વિગતો મેળવ્યા બાદ કાલુ ટોપી ટેલવાણીની પણ મિલકતોની વિગતો મેળવી છે.જેમાં તેનું ન્યુ વીઆઇપી રોડ પર અર્થ આઇકોન પાછળ મકાન અને માંડવી લહેરીપુરા ખાતે એક દુકાન હોવાની માહિતી મળતાં તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.આ ઉપરાંત તેની કાર અને મોબાઇલ પણ કબજે કરવામાં આવ્યા છે.



Source link

Related Articles

Back to top button