गुजरात

ભાવનગરમાં 17 વર્ષિય સગીરનું 6 શખ્સે બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું | 17 year old minor kidnapped by 6 men in Bhavnagar forced into car



માતાએ પાંચ ઇસમ વિરૃધ્ધ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી

ચોરીની શંકા રાખી પ્લાસ્ટિક અને લોખંડના પાઇપ વડે બેફામ માર માર્યો

ભાવનગર –  ભાવનગર શહેરમાં
આવારા ઈસમો ફરી એક વખત બેફામ બન્યા હોય તેમાં ચોરીની શંકા રાખી સગીરાનું કારમાં
બળજબરીથી અપહરણ કરી માર મારી ધમકી આપી સવારે પરત છોડી મૂક્યો હતો.

ભાવનગર શહેરના જમનાકુંડ ઈબ્રાહીમ મસ્જિદ પાસે આવેલ અમન પેલેસમાં રહેતા
સુરૈયાબેન એહમદભાઇ બાહજાજના સગીર વયના દિકરાએ કોઈ ચોરી નહી કરી હોવા છતા તે મોબાઇલ
ચોરી કરેલ છે. તેવી ખોટી શંકા કરી  સમાન
ઇરાદો પાર પાડવા ગેરકાયદે મંડળી રચી સગીરને ગત રાત્રિના દોઢેક વાગ્યાના સમયે
ભીલવાડા સર્કલથી ભુતના લિમડા જતા રસ્તે આવતી આમલેટની લારી પાસે જતો હતો તે વખતે
સાંઢીયાવાડ ખાતે રહેતા કયુમખાન પઠાણ
, જુબેર, સાહીદ
કુરેશી
, મવાદીન, મહમદ કેફ અને અજાણ્યો
ઇસમ આમલેટની લારી પાસે બેસેલ હતા અને કયુમખાન તથા જુબેરે કહેલ કે
, તારી હમણા ફરીયાદો બહુ આવે છે તેમ કહી સગીરને ગાળો આપી જુબેરે છરી કાઢી
સગીરને છરી બતાવી કહેલ કે આજે તને મારી નાખવો છે. તેમ કહી મને એક સફેદ કલરની
કારમાં પરાણે બેસાડી અને ત્યાંથી ઉમરને કુંભારવાડા
, મોતી
તળાવની પાળ પાસે તેની બેઠકની ઓફીસ છે ત્યાં લઈ ગયેલ અને સગીરને પુરી દઇ
પ્લાસ્ટીકની પાઇપ તથા લોખંડના પાઇપ વડે તથા મોટરસાયકલના આઉટર વાયર થી શરીર ઉપર
વાસામાં તેમજ હાથે પગે તથા સાથળના ભાગે આડેધડ માર મારી છરી બતાવી મારી નાખવાની
ધમકી આપી હતી અને સવારના સમયે બાઇક પર એક શખ્સ નવાપરામાં ઉતરી નાસી છૂટયો હતો.
સગીરને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે
સગીરની માતા સુરૈયાબેનએ ગંગાજળિયા પોલીસ મથકમાં છ ઇસમ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે.

ચોરીની કબૂલાત કરતો વીડિયો બળજબરીથી બનાવ્યો

સગીરાનું કારમાં અપહરણ કરી કુંભારવાડા મોતી તળાવ પાસે છ ઈસમોએ માર મારી કહેલ
કે
, તે હમણા ઘણી ચોરીઓ કરેલ છે. તેમ કહી ક્યુમખાનના મોબાઇલમાં ચોરી કરેલ છે તેવી
કબુલાત કરતો વિડીયો બળજબરીથી બનાવી લીધો હતો.અને જો ઘરે કહીશ કે પોલીસમાં ફરીયાદ કરીશ
તો તને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી.



Source link

Related Articles

Back to top button