સાયબર ફ્રોડના આવેલા રૃા.34 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs 34 lakh from Mule account due to cyber fraud

![]()
દેશભરના અલગ અલગ રાજ્યમાં થયેલા ફ્રોડના નાણા ખાતા આવ્યા હતા
ખાતેદારે આરટીજીએસ, એનઈએફટી, એટીએમ અને યુપીઆઈ મારફતે
ઉપાડી લીધા, કરદેજના શખ્સ સામે નિલમબાગ પોલીસ મથકમાં ફરીયાદ
ભાવનગર – ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલી સીટી યુનિયન બેંકના
એકાઉન્ટમાં દેશભરનાં અલગ-અલગ રાજ્યમાં થયેલા સાયબર ફ્રોડના નાણા જમા થયા હોવાની
વિગતોએ પોલીસે તપાસ હાથ ધરતા કરદેજ ગામના શખ્સે મ્યુલ બેંક એકાઉન્ટમાં રૃા.૩૪ લાખ
જમા કરાવી જુદાં-જુદાં સમયે આરટીજીએસ, એનઈએફટી, એટીએમ અને યુપીઆઈ મારફતે ઉપાડી લીધા હતા.
શહેરના નિલમબાગ પોલીસ મથકના એએસઆઈ શક્તિસિંહ અજીતસિંહ ગોહિલે નિલમબાગ
પોલીસ મથકમાં વાઘાવાડી રોડ પર આવેલી સીટી યુનિયન બેંકના ખાતા ધારક અવિનાશ ચંદુભાઈ
ચૌહાણ (રે. કરદેજ) સામે ફરીયાદ નોંધાવી હતી કે, ભાવનગર સાઈબર ક્રાઈમ પોલીસ
દ્વારા જાણ કરવામાં આવી હતી કે, મ્યુલ એકાઉન્ટમાં સાયબર
ફ્રોડના નાણા જમા થયેલ છે. જે અનુસંધાને તપાસ હાથ ધરતા વાઘાવાડી રોડ પર આવેલી સિટી
યુનિયન બેંકના મ્યુલ એકાઉન્ટમાં આરટીજીએસ, આઈએમપીએસ અને
યુપીઆઈ મારફતે અલગ-અલગ ઓનલાઈન રકમના નાણા ગત તા.૨૫ માર્ચ ૨૦૨૬ના રોજ ટ્રાન્સફર થયા
હોવાનું અને દેશભરના અલગ-અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડની અરજી થઈ હોવાનું જાણવા મળ્યુ
હતું. જેમાં વાઘાવાડી રોડ પર આવેલી સીટી યુનિયન બેંકના ખાતામાં જુદા જુદા સમયે
રૃા.૩૪,૦૦,૦૦૦ની સાયબર ફ્રોડની રકમ જમા
થઈ હતી અને ખાતેદાર અવિનાશ ચંદુભાઈ ચૌહાણે તે રકમ પોતાના ખાતામાં જમા કરાવ્યા બાદ
જુદાં-જુદાં સમયે આરટીજીએસ, એનઈએફટી, એટીએમ
અને યુપીઆઈ અને ચેક મારફતે ઉપાડી લઈ સગેવગે કરી નાખી હતી. આ બનાવ સંદર્ભે નિલમબાગ
પોલીસે બેંક એકાઉન્ટ ધારક અવિનાશ ચંદુભાઈ ચૌહાણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
છે.



