दुनिया

ભારત-પાકિસ્તાનનું નામ લઈ પુતિને કહી મોટી વાત, ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો સીધો મેસેજ | Putin Hails PM Modi Says Pressuring India Over Russia Ties is Impossible



Putin on India Pakistan: અમેરિકા સહિત પશ્ચિમી દેશોના દબાણ છતાં ભારત અને રશિયાની દોસ્તી વધુ મજબૂત બની રહી છે. રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ફોરમ (SPIEF) દરમિયાન વ્લાદિમીર પુતિને વૈશ્વિક પત્રકારો સાથે ખુલ્લી ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમિયાન તેમણે પીએમ મોદીના નેતૃત્વ અને ભારતની આર્થિક પ્રગતિના મુક્ત કંઠે વખાણ કર્યા હતા, સાથે જ પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો પર રશિયાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.

‘પીએમ મોદી પર દબાણ લાવવું અશક્ય’: પુતિન

વ્લાદિમીર પુતિને અમેરિકા અને પશ્ચિમી દેશો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અમેરિકા સતત ભારત પર રશિયા સાથેનો સહયોગ ઘટાડવા માટે દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, હવે આખી દુનિયા એ સમજી ચૂકી છે કે પીએમ મોદી અને ભારત પર કોઈ પણ પ્રકારનું દબાણ લાવવું અશક્ય છે. આ પ્રકારના પ્રયાસો આંતરરાષ્ટ્રીય અને દ્વિપક્ષીય સંબંધો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પીએમ મોદીની આગેવાનીમાં ભારત સરકાર દેશના હિતમાં ખૂબ જ કઠિન પરિશ્રમ કરી રહી છે અને તેના સકારાત્મક પરિણામો આજે દુનિયા સામે છે.

અર્થતંત્રમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે

પુતિને ભારતની આર્થિક ક્ષમતાનો સ્વીકાર કરતા જણાવ્યું કે, ખરીદ શક્તિ (GDP)ના મામલામાં ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની ચૂક્યું છે. રશિયા આ યાદીમાં ચોથા ક્રમે છે. ચીન, અમેરિકા, ભારત અને રશિયા એવા ચાર ટોચના દેશો છે, જેમણે અર્થવ્યવસ્થાની રેસમાં જાપાન અને તમામ યુરોપીયન દેશોને પાછળ છોડી દીધા છે.

આ પણ વાંચો: ‘પરિવારમાં આવુ બધુ ચાલતુ રહે…’ટ્રમ્પ સાથે ‘ઝઘડા’ વચ્ચે નેતન્યાહૂનું પહેલીવાર મોટું નિવેદન

ભારત-ચીન વિવાદ પર રશિયાનું વલણ

કાર્યક્રમ દરમિયાન એક ભારતીય પત્રકારે ચીન અને પાકિસ્તાન સાથે રશિયાના વધી રહેલા સંબંધો અને તેના કારણે ભારતના સંરક્ષણ હિતો પર થનારી સંભવિત અસર અંગે સવાલ પૂછ્યો હતો. તેના જવાબમાં પુતિને કહ્યું કે, ‘અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સીમા વિવાદ સહિતની તમામ જટિલ પરિસ્થિતિઓથી માહિતગાર છીએ. ભારત અને ચીન વચ્ચેના સંબંધો પણ બહુઆયામી અને નાજુક છે, તેથી બંને દેશોના આંતરિક મુદ્દાઓમાં કોઈ ત્રીજા પક્ષે દખલગીરી કરવી યોગ્ય નથી. રશિયા બંને દેશો સાથે મિત્રતા ધરાવે છે અને સતત સંપર્કમાં રહે છે.’

પાકિસ્તાન કોઈના નિયંત્રણમાં નથી: પુતિન

પત્રકારના એ દાવા પર કે પાકિસ્તાન સંપૂર્ણપણે ચીનના ઈશારે ચાલે છે, પુતિને અસહમતી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘મને એવું નથી લાગતું કે પાકિસ્તાન કોઈના નિયંત્રણમાં છે. પાકિસ્તાન એક ઘણું મોટું પ્રભુત્વ ધરાવતું રાષ્ટ્ર છે અને તેના દુનિયાના અન્ય દેશો સાથે પણ વિવિધ સ્તરે મજબૂત સંબંધો છે. પાકિસ્તાન માટે ચીન સાથે આર્થિક ભાગીદારી જરૂરી છે, પરંતુ આજે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાને કારણે દરેક દેશ ચીન સાથે વ્યાપારી સંબંધો બનાવવા ઈચ્છે છે.’



Source link

Related Articles

Back to top button