गुजरात

હાઇવે પર અકસ્માતમાં બાઇક સવાર એન્જિનિયરનું મોત | Engineer riding bike dies in highway accident



વડોદરા,હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલ થયેલા બાઇક સવાર એન્જિનિયરનું મોત થયું છે. જે અંગે કપુરાઇ  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મકરપુરા રોડ જશોદા કોલોનીમાં રહેતો પ્રદ્યુમ સુભાષચંદ્ર યાદવ (ઉં.વ.૨૯) હરિયાણાની કંપનીમાં વડોદરાથી ઓનલાઇન એન્જિનિયર તરીકે કામ કરતો હતો. આજે સવારે સાડા  આઠ વાગ્યે કંપનીના કામ માટે સંતરામપુર જવા નીકળ્યો હતો. તે દરમિયાન  હાઇવે પર સુરતથી અમદાવાદ જતા કપુરાઇ બ્રિજ પહેલા એક વાહન ચાલક  બાઇકને ટક્કર મારીને ભાગી ગયો હતો. અકસ્માતમાં પ્રદ્યુમને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. ેતેમજ ડાબા હાથ અને પેટ પર  પણ ઇજા થઇ હતી. ગંભીર રીતે ઘાયલ પ્રદ્યુમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.



Source link

Related Articles

Back to top button