गुजरात

વડોદરાના યુવક પર ગરૃડેશ્વરમાં જીવલેણ હુમલો થતા મોત | A youth from Vadodara died in a fatal attack in Garudeshwar



વડોદરા,વડોદરાના વારસિયા ખાતે રહેતો ૧૯ વર્ષનો યુવક તેના ભાઇ સાથે ભૂંડ પકડવા માટે ગરૃડેશ્વર ગયો હતો. જ્યંા  હદના વિવાદના કારણે ઝઘડો થયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે.

મળતી માહિતી  મુજબ, વારસિયા રિંગ  રોડ  પર રહેતો ૧૯ વર્ષનો અર્જુનસીંગ  તથા તેનો ભાઇ સચીનસીંગ બે દિવસ  પહેલા વડોદરાથી ગરૃડેશ્વર ભૂંડ પકડવા માટે ગયા હતા. તે દરમિયાન ત્યાંના સ્થાનિક યુવકો સાથે તેઓને હદ બાબતે તકરાર થઇ હતી. તકરારે ઉગ્ર સ્વરૃપ ધારણ કરી લેતા ત્રણ હુમલાખોરોએ અર્જુનસીંગના મોંઢા પર રૃમાલ ઓઢાડી પાઇપથી હુમલો કર્યો હતો. અર્જુનસીંગને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે ગરૃડેશ્વરથી વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. જે અંગે ગરૃડેશ્વર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button