गुजरात
જામનગરમાં સિદ્ધાર્થ કોલોની વિસ્તારમાં પોતાના ઘર પાસે પાર્ક કરેલા બે એક્સેસ સ્કૂટરમાં દારૂનો જથ્થો ભરીને ઉભેલા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો | Police caught man with in Siddharth Colony area of Jamnagar with a quantity of liquor

![]()
Jamnagar Liquor Crime : જામનગરના સીટી-સી ડિવિઝન વિસ્તારમાં સર્વેલન્સ સ્ક્વોડે દારૂની હેરફેર કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. અને તેની પાસેથી ઇંગ્લિશ દારૂ અને બે સ્કૂટર સહિતની સામગ્રી કબજે કરી લીધી છે.
પોલીસે સિદ્ધાર્થ કોલોની વિસ્તારમાં દરોડો પાડી દિવ્યેશ મનસુખભાઈ ચૌહાણના કબજામાંથી બે એક્સેસ સ્કૂટરની ડેકીમાં રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂ તથા બંને વાહનો સહિત કુલ રૂ.72,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, અને આરોપી સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે.



