બોટાદમાં પરિણીતા પર નણદોઈ, નણંદ, જેઠનો લોખંડના પાઇપ વડે હુમલો | Nandoi Nanand Jeth attack married woman with iron pipe in Botad

![]()
મહિલાને ઘરની બહાર કાઢી તાળું મારી દીધું
પરિણીતા પતિના મકાનમાં રહેવા જતા માર મારી ધમકી આપી
ભાવનગર – બોટાદમાં પરિણીતાને પતિ સાથે બોલાચાલી થઈ હોવાને કારણે
માતા પિતાના ઘરે રહેતા હતા દરમિયાનમાં પતિએ ભાડે આપેલું મકાન ખાલી થતા પરિણીતા
રહેવા ગઈ ત્યારે નણદોઈ, નણંદ, જેઠે
ગેરકાયદે મંડળી રચી લાકડી અને લોખંડના પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી
નાખવાની ધમકી આપી હતી.
બોટાદના મહંમદ એપાર્ટમેન્ટ ખોજાવાડી ખાતે રહેતા અફસાનાબેન અમસદભાઈ માકડને
પતિ અમસદભાઈ સાથે મારે બોલાચાલી થતા
અફસાનાબેન માતા-પિતાના ઘરે રહેવા માટે જતા રહ્યા હતા. અને છેલ્લા બે માસ પહેલા પતિ
અમઝદએ અફસાનાબેન ભાઈને અસ્ફાકભાઇને મકાન ભાડેથી આપેલ હોય અને ગઈ તા.૩૧ મે ૨૬ના રોજ
અસ્ફાકભાઇએ મકાન ખાલી કરતા અફસાનાબેન મકાનમાં રહેવા માટે ગયા ત્યારે નણદોઈ અયુબ રહીમભાઈ
કળગથરા તથા જેઠ અસરફ ઇકબાલભાઈ માકડ તથા નણંદ સબાનાબેન અયુબભાઈ કળગથરા તથા
યાસ્મીનબેન અશરફભાઈ માકડ તથા યાકીનભાઈ અશરફભાઈ માકડએ ગેરકાયદે મંડળી રચી
અફસાનાબેનને ગાળો આપી લાકડીઓ તથા લોખંડના પાઇપ વડે શરીરના ભાગે માર મારી મુંઢ ઇજા
કરી મારા નણંદે હાથના ભાગે બટકુ ભરી કપડાં ફાડી નાખી ઘરની બહાર કાઢી ઘરને તાળું
મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ સંદર્ભે અફસાનાબેનએ બે મહિલા સહિત
પાંચ લોકો વિરૃધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ
ધરી છે.



