गुजरात

અમદાવાદ : ગેસ ભરવાનું કૌભાંડ ઝડપાયું, 79 બોટલ સાથે એકની ધરપકડ | A tori ewe chon otuputup ren an epwe äeä ewe gas emön a ares ren 79 bottle



Ahmedabad Gas Refilling Scam : ગેસના ભાવ વધતા મોટા ગેસના બાટલામાંથી નાના ગેસના બાટલોમાં ગેસ ભરવાનું કૌભાંડ પકડાયું છે, જેમાં ઓઢવમાં  દુકાન અને ગોડાઉનમાંથી ગેસ રિફલિંગ કરતા શખ્સને પોલીસે રંગે હાથ પકડી પાડયો છે. આરોપી પાસેથી 79 ગેસની બોટલ કબજે કરી છે. આરોપી 17 કિલોના કોમર્શિયલ ગેસની બોટલમાંથી ગેસ કાઢીને નાની 5 કિલો ગેસની બોટલમાં ભરતો હતો. અને તે એક કિલોના રૂ. 230 લેતો હતો. આ બનાવ અંગે ઓઢવ પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સ્થળ ઉપરથી બે ગ્રાહકો પણ મળી આવ્યા

ઓઢવમાં પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે, ઓઢવની દર્શનધામ સોસાયટીના ગેટ પાસે એક દુકાનમાં અને ગોડાઉનમાં ગેસ રિફલિંગ કરવામાં આવે છે. તેના આધારે પોલીસે દરોડો પાડતા એક યુવક ગેસ રિફલિંગ કરતો હતો. તેનું નામ પૂછતા વસ્ત્રાલમાં રહેતા ઉદયસિંહ હોવાનું બહાર આવ્યું હતું તે પોતે જ દુકાન ચલાવતો હતો સ્થળ ઉપરથી બે ગ્રાહકો પણ મળી આવ્યા હતા.

એક કિલો ગેસ રૂ. 230 માં વેચતો હતો

જ્યારે આરોપી ગેસના મોટા બોટલમાંથી વાલ્વાળી પાઇપ લગાવીને નાના બાટલામાં રિફલિંગ કરતો હતો. ત્યારે કોમર્શિયલ 17 કિલોના બોટલમાંથી 5 કિલો ગેસ નાની બોટલમાં ભરતો હતો. આ અંગે પોલીસે તેની સામે ગુનો નોધીને તેની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા ગ્રાહક પાસે એક કિલો ગેસ રિફલિંગના રૂ. 230 લેતો હતો. ઓઢવ પોલીસે 79 ગેસની બોટલો સહિત કુલ રૂ. 2.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.



Source link

Related Articles

Back to top button