ભાવનગરમાં 25થી વધુ નાના ગેરકાયદે દબાણ દૂર કરાયાં | 25 small illegal encroachments removed in Bhavnagar

![]()
મહાપાલિકાની
દબાણ હટાવવાની કામગીરી યથાવત
લારી, ટેબલ, કેરેટ સહિતનો સામાન જપ્ત કર્યો ઃ રીક્ષા, ચકડોળને
લોક મારી ૩ હજારનો દંડ વસુલ્યો
ભાવનગર –
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નાના ગેરકાયદે દબાણ દૂર કરવાની
કામગીરી યથાવત છે, જેના ભાગરૃપે આજે સોમવારે રપથી વધુ લારી
સહિતના દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને કેટલોક સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત
દંડ પણ વસુલવામાં આવ્યો હતો.
ભાવનગર
મહાપાલિકાની દબાણ હટાવ ટીમ દ્વારા ફરિયાદના પગલે જશોનાથ સર્કલ, તળાવ, શાકમાર્કેટ, રૃપમ, આંબાચોક,
લોખંડ બજાર, પીરછલ્લા સહિતના વિસ્તારમાં પર
જઈને અસ્થાયી દબાણો દૂર કર્યા હતા અને ૪૦ કેરેટ, ૧ છત્રી, ૩ કપડાના થેલા,
પાટિયા, બોર્ડ, ટેબલ,
તાલપત્રી વગેરે સામાન જપ્ત કર્યો હતો. આ ઉપરાંત સ્વચ્છતા સર્વેક્ષણ
અંતર્ગત મહિલા કોલેજ સર્કલ પર જઈને અડચણરૃપ અસ્થાયી દબાણો દૂર કરી સામાન જપ્ત
કર્યો હતો. રોડને અડચણરૃપ ૪ લારી, ૧ રીક્ષા, ૧ ચકડોળ વગેરેને લોક મારી તેમજ રૃા. ૩ હજારનો દંડ વસુલ કર્યો હતો.
મહાપાલિકાની
ટછીમે હાઈકોટ રોડ ,ભીડભંજન રોડ વગેરે વિસ્તારમાં જઈને અસ્થાયી દબાણ હટાવી ર વજન કાંટા,
૪ લારી, ૧ ટેબલ સહિતનો સામાન જપ્ત કર્યો હતો.
મહાપાલિકાની કામગીરીના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો અને દોડધામ મચી જવા
પામી હતી.



