दुनिया

ઈઝરાયલે હુમલાનો આદેશ આપતાં બેરૂતમાં ભયનો માહોલ, જીવ બચાવવા ભાગમભાગ, હિઝબુલ્લાહે પણ રોકેટ છોડ્યા | lebanon israel ceasefire airstrikes Israeli PM Netanyahu orders attack on Hezbollah targets



Lebanon Israel Airstrikes: લેબેનૉન અને ઈઝરાયલ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલું તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યું છે. ઈઝરાયલે બેરૂતના દક્ષિણી ઉપનગરો પર હુમલાનો આદેશ આપ્યો છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, હિઝબુલ્લાહ દ્વારા યુદ્ધવિરામનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ઈઝરાયલી શહેરો અને નાગરિકો પરના સતત હુમલાઓના જવાબમાં આ લશ્કરી કાર્યવાહીનો નિર્ણય લેવાયો છે.

હિઝબુલ્લાહે વળતો પ્રહાર કર્યો

ઈઝરાયલની ચેતવણી બાદ, બેરૂતના દક્ષિણી ઉપનગરોમાંથી હજારો લોકો જીવ બચાવવા માટે સ્થળાંતર કરી રહ્યા છે. રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. હિઝબુલ્લાહે પણ ઉત્તર ઈઝરાયલ અને હાઈફા શહેરના બાહ્ય વિસ્તારોમાં રોકેટ છોડીને વળતો જવાબ આપ્યો છે. ઈઝરાયલી સૈનિકોએ દક્ષિણ લેબેનૉનમાં પહાડની ટોચ પર આવેલા ‘બ્યુફોર્ટ કેસલ’ પર કબજો જમાવ્યો છે. આ ઈઝરાયલની છેલ્લા 26 વર્ષમાં લેબેનૉન સરહદની અંદરની સૌથી મોટી ઘૂસણખોરી માનવામાં આવે છે.

ઈઝરાયલી હુમલામાં 6 લોકોના મોતનો દાવો

આ દરમિયાન લેબેનૉનની સરકારી ન્યૂઝ એજન્સી NNAના જણાવ્યા અનુસાર, ઈઝરાયલી હુમલામાં 6 લોકોના મોત થયા છે. રિપોર્ટ અનુસાર, દક્ષિણ લેબેનૉનના બ્રૈકાઆ કસ્બામાં ઈઝરાયલી ડ્રોન હુમલામાં 2 લોકો માર્યા ગયા. જ્યારે નજીકના તૂલ કસ્બામાં થયેલા ડ્રોન હુમલામાં એક સીરિયન નાગરિકનું મોત થયું. NNA જણાવ્યું કે લિતાની નદીની ઉત્તરમાં આવેલા કફરસીર કસ્બામાં રાતભર થયેલા હુમલામાં વધુ 3 લોકોએ જીવ ગુમાવ્યો.

આ પણ વાંચો: CBSE વિવાદ: ઉત્તરવહીઓ સ્કેન કરવા મોબાઈલ ફોનનો ઉપયોગ થયો? રાહુલ ગાંધીનો મોટો આરોપ

આ દરમિયાન લેબેનૉનના રાષ્ટ્ર પ્રમુખ જોસેફ આઉને શાંતિ વાર્તા પર ભાર મૂક્યો છે. તેમણે અમેરિકાના પ્રસ્તાવને આગળ વધારવા અને હિઝબુલ્લાહના નજીકના માનવામાં આવતા સંસદના સ્પીકર નબીહ બેરીની સંમતિ મેળવવાનો પ્રયાસ કર્યો. એક અમેરિકન અધિકારીના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે તેઓ યુદ્ધવિરામને લઈને હિઝબુલ્લાહની પ્રતિબદ્ધતાની ગેરંટી આપી શકે છે પરંતુ તેની પહેલી શરત એ જ છે કે ઈઝરાયલ ગોળીબાર બંધ કરે.



Source link

Related Articles

Back to top button