गुजरात

પ્રથમ ઓપન બરોડા મેજર રેન્કિંગ : ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વિજેતા ખેલાડીઓને સન્માનિત કરાયા | First Open Baroda Major Ranking: Winners of the table tennis tournament honored



Vadodara Table Tennis Tournament : વડોદરાના ટેબલ ટેનિસ ખેલાડી જલય મહેતાએ અંડર-17 વર્ગના પ્રતિભાશાળી ખેલાડી વેદ પંચાલને હરાવી પુરુષ સિંગલ્સનો ખિતાબ  હાંસલ કર્યો છે. 

બીજી તરફ, વેદ પંચાલે અંડર-17 અને અંડર-19 બોયઝ સિંગલ્સના ખિતાબ જીતી ડબલ ક્રાઉન હાંસલ કર્યું હતું. ઉપરાંત, તેણે અન્ય પ્રતિભાશાળી ખેલાડી કૃશય શાહ સાથે મળીને પુરુષ ડબલ્સનો ખિતાબ પણ જીત્યો છે.

ગર્લ્સમાં શેલી પટેલે શીતલ શાહને હરાવી મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે, જ્યારે કૃષ્ણા પટેલે અંડર-15, અંડર-17 અને અંડર-19 ગર્લ્સ કેટેગરીમાં વિજય મેળવી ટ્રિપલ ક્રાઉન હાંસલ કર્યું છે.

આ ટુર્નામેન્ટમાં કુલ 19 ઇવેન્ટ્સ યોજાઈ હતી, જેમાં અંડર-9, 11, 13, 15, 17 અને 19 બોયઝ તથા ગર્લ્સ સિંગલ્સ, ઓપન પુરુષ અને મહિલા ઇવેન્ટ્સ, વેટરન 39+, 49+, 59+ અને 64+ પુરુષ સિંગલ્સ, પુરુષ ડબલ્સ, મિક્સ્ડ ડબલ્સ અને જંબલ્ડ ડબલ્સનો સમાવેશ થતો હતો. ટુર્નામેન્ટ માટે કુલ 330 એન્ટ્રીઓ પ્રાપ્ત થઈ હતી. 

ટુર્નામેન્ટના અંતિમ દિવસે ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતાઓને ટ્રોફી, ઇનામ અને પ્રમાણપત્રો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા.



Source link

Related Articles

Back to top button