गुजरात

IPL ફાઇનલમાં વરસાદી વિઘ્નની શક્યતા! આગામી 5 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદનું એલર્ટ | IMD forecast Gujarat unseasonal rain effect on IPL final Match


Gujarat Unseasonal Rain: રાજ્યમાં કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે આગામી 5 દિવસ કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 5 જૂન સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ, કરા અને પવન સાથે કમોસમી વરસાદની લઈને IMD એ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આવતીકાલે રવિવારે(31 મે) અમદાવાદમાં યોજાનારી ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની IPL-2026ની ફાઇનલ મેચમાં વરસાદી વિઘ્ન નડે તેવી શક્યતા છે.

31 મેની આગાહી, IPL ફાઇનલમાં વરસાદી વિઘ્ન નડવાની શક્યતા 

31 મે રવિવારના દિવસે રાજ્યના મોટાભાગના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં કરા અને ભારે પવન ફૂંકાવવાની સાથે માવઠાની શક્યતા છે. જેમ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં મેઘગર્જના અને કરા પડવાની સાથે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનુ એલર્ટ 

રાજ્યમાં આગામી 31 મે થી 2 જૂન સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળશે. ખાસ કરીને અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ‘ભારે વરસાદ’ની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે 3 થી 5 જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ રહેશે. આ સાથે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.

IPL ફાઇનલમાં વરસાદી વિઘ્નની શક્યતા! આગામી 5 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદનું એલર્ટ 2 - image

IPL ફાઇનલમાં વરસાદી વિઘ્નની શક્યતા! આગામી 5 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદનું એલર્ટ 3 - image

IPL ફાઇનલમાં વરસાદી વિઘ્નની શક્યતા! આગામી 5 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદનું એલર્ટ 4 - image

IPL ફાઇનલમાં વરસાદી વિઘ્નની શક્યતા! આગામી 5 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદનું એલર્ટ 5 - image

IPL ફાઇનલમાં વરસાદી વિઘ્નની શક્યતા! આગામી 5 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદનું એલર્ટ 6 - image



Source link

Related Articles

Back to top button