છોટાઉદેપુર: કવાંટ-નસવાડીમાં હાઈડ્રો પ્રોજેક્ટ સામે 24 ગામોનો વિરોધ, સર્વે કરવા આવેલા અધિકારીઓને ભગાડ્યા! | Kavant and naswadi Villagers Chase Away Officials Surveying Hydro Project in Chhota Udepur

Kavant Hydro Project Protest In Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરેખડા અને નસવાડી તાલુકાના ગનીયાબારી, ધારસીમેલ સહિત 24 જેટલા ગામોમાં હાઈડ્રો પ્રોજેક્ટ નાખવાની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમાં સર્વે કરવા આવેલી અધિકારીઓની ટીમનો સ્થાનિકોએ ઘેરાવો કરીને તેઓને ત્યાંથી ભગાડ્યા હતા.
કવાંટ-નસવાડીમાં હાઈડ્રો પ્રોજેક્ટની કામગીરી સામે 24 ગામોના ગ્રામજનોનો વિરોધ
કવાંટ અને નસવાડી તાલુકા 24 જેટલા ગામડાંઓમાં હાઈડ્રો પ્રોજેક્ટની સર્વેની કામગીરીને લઈને સ્થાનિક આદિવાસી સમાજના લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે, આ પ્રોજેક્ટથી તેમની જમીનને અસર પહોંચશે. આમ પોતાની જમીનો બચાવવા માટે ગ્રામજનો મેદાને આવ્યા હતા.

ચૂંટણી પૂરી થતાની સાથેજ પ્રોજેક્ટ માટે સર્વે કરવાની કામગીરી કરવા માટે અધિકારીઓની ટીમ દોડતી થયા છે, ત્યારે આગામી દિવસોમાં આ મામલે સંઘર્ષ જોવા મળી શકે છે. તુરખેડા ગામના સરપંચન જણાવ્યા મુજબ, સર્વે કરવા માટે આવેલી ટીમનો ઘેરો કરીને પરત મોકલી દેવામાં આવ્યા હતા.



