લેબનોન પર ઇઝરાયેલની ભીષણ એરસ્ટ્રાઇક : 16નાં મોત, અનેક ઘાયલ | Israel’s massive airstrike on Lebanon: 16 dead many injured

![]()
– અમેરિકામાં આજે ઇઝરાયેલ-લેબનોન વચ્ચે શાંતિ મંત્રણા
– હીઝબુલ્લાહના ઇઝરાયેલના લશ્કર પર ડ્રોન અને રોકેટ હુમલામાં એક સૈનિકનું મોત થયું
બૈરૂત: ઇઝરાયેલે ગુરુવારે લેબનોનના ચોથા નંબરના સૌથી મોટા શહેર પર કરેલા હુમલામાં ૧૬ના મોત થયા છે. ઇઝરાયેલે હીઝબુલ્લાહ સામેની કાર્યવાહી હવે લિતાની નદીથી પણ આગળ વધારી છે. માર્યા ગયેલાઓમાં પાંચ મહિલા અને બાળકો અને લેબનીઝ સૈનિક છે. આ સિવાય ડઝનેક લોકોને ઇજા થઈ છે, એમ લેબનીઝ આરોગ્ય મંત્રાલય અને સરકારી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું.
આઇડીએફ લેબનોનમાં લિતાની રિવર સુધીનો પ્રદેશ કબ્જે કર્યા પછી હીઝબુલ્લાહને હંફાવવા તેનાથી પણ આગળ વધ્યું
ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે લેબનોનમાં ઇઝરાયેલના લશ્કરી આક્રમણનો વ્યાપ વધારવામાં આવશે તેના પછી હુમલાનું પ્રમાણ અને તેની તીવ્રતામાં વધારો થયો છે. હીઝબુલ્લાહે પણ લેબનોનમાં ઘૂસેલા ઇઝરાયેલના લશ્કરી દળો પર ફાઇબર ઓપ્ટિક ડ્રોનના હુમલા કર્યા છે અમેરિકાની રાજધાનીમાં લેબનીઝ અને ઇઝરાયેલી લશ્કરી અધિકારીઓ તેમની પ્રથમ સુરક્ષા મંત્રણાનું શુક્રવારે આયોજન કરવાના છે ત્યારે આ હુમલા થયા છે. ગુરુવારે આ હુમલા શરૂ થયા તે પૂર્વે ઇઝરાયેલી લશ્કનરા અરેબિક પ્રવક્તાએ દરિયાકિનારાના શહેર ટાયરમાં આવેલા આઠ બિલ્ડિંગમાં વસતા અને તેની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને ખાલી કરીને જવાની ચેતવણી આપી હતી. તેના પગલે ઘણા લોકોએ વિસ્તાર છોડી દીધો હતો. સિડોન શહેરના ઉત્તરમાં ઇઝરાયેલના ડ્રોન હુમલામાં કેટલાક વિસ્થાપિત કુટુંબોના પાંચના મોત થયા હતા અને ૨૧ેને ઇજા થઈ હતી. મૃતકોમાં બાળકોનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલામાં ઇરાનના અરેબિક ટીવીનો પ્રવક્તા હોસન ઝૈડાન હતો.
આ ઉપરાંત અન્ય કોસ્ટલ ટાઉન એડલોન કારમાં ભાગીને જતાં એક કુટુંબ પર ઇઝરાયેલનું ડ્રોન ત્રાટક્યુ હતુ. તેમા છના મોત થયા હતા. તેમા કુલ ચાર બાળકો અને માબાપ હતા. ઇઝરાયેલ હવે લેબનોનમાં લિતાની નદીથી આગળ વધીને હુમલા કરવા લાગ્યું છે.હીઝબુલ્લાહે પણ દાવો કર્યો છે કે તેણે ઇઝરાયેલ પર ડ્રોન અને ડઝનબંંધ રેકોર્ડ છોડયા હતા અને તેમા એક ઇઝરાયેલી સૈનિકનું મોત થયું છે અત્યાર સુધીમાં ઇઝરાયેલના હુમલામાં ૩,૨૬૯ના મોત થયા છે અને લગભગ દસ હજાર ઇજા પામ્યા છે. ઇઝરાયેલના ૨૩ સૈનિકો અને એક ડિફેન્સ કોન્ટ્રાક્ટર માર્યા ગયા છે.



