गुजरात

હિટ એન્ડ રન , સિહોરમાં બેફામ ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત | Hit and run young man dies after being hit by a reckless truck driver in Sehore



ટ્રક ચાલક સામે સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાઈ

સિહોર  – સિહોરના બે યુવાનો
મોટરસાયકલ પર સિહોર બસ સ્ટેન્ડ તરફ જતા હતા તે દરમિયાન વડલા ચોક નજીક બેફામ બનેલા ટ્રક
ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવે બાઈક ને અડફેટે લીધું હતું અને બંને યુવાનોને મોટરસાયકલ
સાથે એક કિલોમીટર સુધી ઢસડી બાઇક સવાર યુવાનનું મોત નિપજાવ્યું દીધું હતું. જ્યારે
અન્ય એક યુવાનને ગંભીર ઇજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો

અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રકે બાઈક સાથે બે યુવાનને એક કિલોમીટર સુધી
ઘસડયા  હતા

સિહોરમાં આવેલ હબીબાણી શેરી ખાતે રહેતા લિયાકતભાઈ ગનીભાઇ ડેરૈયાનો દીકરી અતિકભાઈ
અને અમનભાઈ યુનુસભાઇ રાંધાપુરા બને પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૦૪ ઇએમ ૯૨૮૭ લઈને બસ
સ્ટેન્ડ દાદાની વાવ તરફ જતા હતા તે દરમિયાન વડલા ચોક નજીક રાજકોટ તરફથી આવી રહેલ ટ્રક
નંબર  જીજે-૧૧-ઝેડ-૬૮૮૮ ના ચાલક ભરતભાઈ હાદાભાઈ
કુવાડીયા (રહે ખાખરીયા તા શિહોર)  એ પોતાના
કબ્જા ભોગવટાનો ટ્રક પૂર ઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી બાઇક પર જઈ રહેલા
બન્ને યુવાનોને એકાદ કિ.મી સુધી ગાડી સાથે ઢસરડી બંને યુવાનોને ગંભીર ઇજા પહોંચાડતા
અતિકભાઇનું સ્થળ પર મોત નીપજ્યું હતી.જ્યારે અમનભાઈને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે
ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે મૃતકના પિતા લિયાકતભાઈએ ટ્રક ચાલક વિરૃધ્ધ સિહોર
પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button