गुजरात

પોલીસની ગંભીર બેદરકારીથી આરોપીઓ જામીન પર છૂટી ગયા | Accused released on bail due to serious negligence of police



 વડોદરા, ૨૦ વર્ષના યુવકનું અપહરણ કરી માર મારી નગ્ન વીડિયો ઉતારવાની ગંભીર ઘટનામાં અટલાદરા  પોલીસની ગંભીર બેદરકારી બહાર આવી છે.  પોલીસે ધરપકડના કારણો નહીં દર્શાવી આરોપીઓને કોર્ટમાં રજૂ કરી  દેતા નોન બેલેબલ ગુનામાં તમામનો છૂટકારો થઇ ગયો હતો.

સનફાર્મા રોડ વિસ્તારમાં રહેતા ૨૦ વર્ષના યુવકે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી  જણાવ્યું હતું  કે,૧૦ મહિના પહેલા મારા મિત્રનો મોબાઇલ ફોન જબરજસ્તીથી નીલ નામના યુવકે  લઇ લેતા બોલાચાલી થઇ હતી. નીલ સાથેના પ્રતિકસિંઘે  મને ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી.

ત્યારબાદ ગત તા.૦૭-૦૬-૨૦૨૫ ની રાત્રે સાડા બાર વાગ્યે સનફાર્મા રોડ ઉપર મને રોકી આરોપીઓએ અપહરણ કરી રૃપિયા અને મોબાઇલ ફોનની લૂંટ કરી માર મારી  નગ્ન વીડિયો પણ ઉતાર્યો હતો. ફરિયાદી કહે છે  કે, જે – તે સમયે આપેલી અરજી અંગે મારા પરિવારને જાણ થતા તેમના કહેવાથી મેં સમાધાન કરી લીધું હતું. હાલમાં મારો વીડિયો વાયરલ કરતા મેં નવેસરથી અરજી આપી હતી. આ અંગે ગુનો નોંધાતા પોલીસે (૧) પ્રતિક અવરેન્દ્ર સીંગ (રહે. પ્રમુખ સ્વામી તીર્થ, અટલાદરા) (૨) મનોજ બ્રિજલાલ યાદવ (રહે. આર્યા ઇલાઇટ, બિલ કેનાલ રોડ) (૩) નિલેશ ઉર્ફે નીલ રામહરખભાઇ સહાની (રહે. ઇલાપાર્ક સોસાયટી, અટલાદરા) તથા (૪) તરૃણ રાજુભાઇ યાદવ (રહે. માધવનગર વુડાના મકાનમાં, અટલાદરા) ની ધરપકડ કરી છે. વકીલે જણાવ્યું છે કે, આ ગુનામાં ધરપકડના કારણો અટલાદરા પી.આઇ. વી.આર.રાઠોડે રજૂ કર્યા નહતા. જેના કારણે આરોપીઓના રિમાન્ડ નામંજૂર થયા છે. તેમજ કોર્ટે તમામને જામીન પર મુક્ત કરી  દીધા હતા. 



Source link

Related Articles

Back to top button