65 વર્ષના નિવૃત્ત શિક્ષકે 37 વર્ષથી સાયકલને પરિવહનનું સાધન બનાવ્યું | 65 year old teacher has used bicycles as a means of transportation for 37 years

![]()
પેટ્રોલના
ભાવ વધે ત્યારે સાયકલ યાદ આવે
40 વર્ષથી સાયકલ ચલાવતા કાનજીભાઈ પોતાના રોજીંદા તમામ કામ માટે સાયકલને
શ્રેષ્ઠ ગણે છે
ભાવનગર –
એક તરફ પેટ્રોલ ડિઝલની આવક ઘટવાની સાથે ભાવમાં વધારો થયો છે
અને પી.એમ.ની ઈંધણ બચાવવાની અપીલ સાથે હાલ નાગરિકો સાયકલ તરફ વળ્યા છે પરંતુ
ભાવનગરમાં એવા ઘણા યુવા, વૃધ્ધ એવા પણ છે જેણે સાયકલ સવારીને
વર્ષોથી આત્મસાત કરી છે. જેમાં ૬૫ વર્ષના નવનીતભાઈ નિવૃત્ત શિક્ષક છેલ્લા ૨૭
વર્ષથી સાયકલ પર જ પોતાના રોજીંદા કાર્યો કરી રહ્યા છે. તો કાનજીભાઈ છેલ્લા ૪૦
વર્ષથી સાયકલ ચલાવી રહ્યાં છે.
ગુજરાતમાં
કહેવત છે આગ લાગે ત્યારે કુવો ખોદવા ન બેસાય છેલ્લા ત્રણ માસથી ઈરાન-ઈઝરાયલ વચ્ચે
યુદ્ધ ચાલી રહ્યું છે અને દરરોજ નવા વળાંક આવતા કાચા તેલની અછત સર્જાઈ છે અને હાલ
ઈંધણનો પર્યાપ્ત પુરવઠો નહીં આવતા અછત સર્જાઈ છે સાથે પેટ્રોલના ભાવમાં પણ વધારો
થયો છે ત્યારે લોકો સાયકલ તરફ વળ્યા છે. પરંતુ ભાવનગરમાં કેટલીક વિભૂતિઓએ સાયકલને
વર્ષોથી આત્મસાત કરી છે. શહેરનાં વલ્લભ રેસીડેન્સીમાં રહેતા નિવૃત્ત શિક્ષક
નવનીતરાય હાલ ૬૫ વર્ષના છે જે રોજીંદા કામગીરીમાં રોજનાં ૧૦ કિમી સાયકલનો ઉપયોગ
કરે છે. જે છેલ્લા ૩૭ વર્ષથી સાયકલ ચલાવી મહિને ૨૦૦૦ જેવી બચતની સાથે શરીર
તંદુરસ્તી પણ જાળવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ સાયકલીંગથી ટ્રાફીક, પાર્કીંગ જેવા પ્રશ્નો
રહેતા નથી તતે સાથે પર્યાવરણ જાળવવા પણ શક્ય મદદ થાય છે. તેઓ તળાજાથી મહારાષ્ટ્ર
સાયકલ પ્રવાસ પણ કર્યો છે.
જ્યારે
સરદારનગરમાં રહેતા કાનજીભાઈ બારૈયા છેલ્લા ૪૦ વર્ષથી સાયકલ ચલાવી રહ્યા છે. જે
ઓફીસે પણ સાયકલપર જ જાય છે. તેમના જણાવ્યા પ્રમાણે સાયકલીંગથી આળસ જતી રહે છે.
દિવસ ખુશનુમા રહે છે અને રાત્રે ઉંઘ પણ સારી આવે છે. તેઓ સાયકલને રાષ્ટ્રીય વાહન
તરીકે સ્વિકારી શાળા-કોલેજોમાં અઠવાડીયે એક દિવસ સાયકલ કે ફરજિયાત કરવા અપીલ કરી
હતી. ભાવનગરથી સાળંગપુર અને ભાવનગરથી સોમનાથ સાયકલ રાઈડ કરનાર ૩૪ વર્ષિય દીર્ઘાયુ
દવે પણ સાયકલ ચલાવવાથી ફ્રેશનેશ અનુભવે છે. પોતે નાના મોટા તમામ રોજીંદા કાર્યો
સાયકલ પર કરી રોજનું ૧૫ કિ.મી. જેટલું સાયકલીંગ કરી રહ્યા છે. આમ યુવા વર્ગને પણ
પ્રેરણારૃપ વયોવૃધ્ધ સાયકલીસ્ટ શરીર સ્વાસ્થ્ય, પર્યાવરણની જાળવણી સાથે પ્રેશનેશ અનુભવી
રહ્યા છે.
ભાવનગરમાં
ચાલતી સાયકલ કલબે ૫૦૦ રાઈડમાં ૧૫ હજાર કિમી સાયકલીંગ કર્યું
2023માં શરૃ થયેલ ભાવનગર સાયકલ કલબ આજે ૧૨૦થી વધુ સક્રિય સભ્યો સાથે સહેરમાં
પિટનેસ અને સાયકલિંગ પ્રત્યે જાગૃતિ ફેલાવી રહ્યું છે. કલબ દ્વારા અત્યાર સુધીમાં
૫૦૦થી વધુ રાઈડ તેમજ ૨૫થી વધુ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સભ્યોએ ૫૦,
૧૦૦, ૨૦૦ અને ૩૦૦ કિલોમીટરની લાંબી રાઈડ
સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. કુલ મળીને કલબ દ્વારા ૧૫૦૦૦ કિલોમીટરથી વધુ સાયકલિંગ
કરવામાં આવ્યું છે.



