गुजरात

જંગલની સરહદ પર ગેરકાયદે ખડકી દેવાયેલા રિસોર્ટ- હોટલને થાબડભાણાં | Illegally constructed resorts and hotels on the border of the forest are being demolished



ગીરની ગોદમાં વનતંત્રની નજર હેઠળ હોટલ-રિસોર્ટનો રાફડો : રિઝર્વ ફોરેસ્ટની દીવાલ તોડી ગેરકાયદે રસ્તો : પ્રવાસન વિભાગે હોમસ્ટેનું લાયસન્સ રદ કર્યું છતાં હજુ બેરોકટોક ધમધમતો રિસોર્ટ 

જૂનાગઢ, : ગીરનાં જંગલ અને એશિયાટિક સિંહોનાં સંરક્ષણના દાવાઓ વચ્ચે કેટલાંક સ્થળે ખુલ્લેઆમ ગેરકાયદેસર રિસોર્ટ અને હોટલોનો રાફડો ધમધમી રહ્યો છે, જેના કારણે સિંહ સહિતના વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. આ પૈકી, અમરેલી જિલ્લાના ધારી તાલુકામાંથી સરકારી તંત્રની મિલીભગતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વનતંત્રની મીઠી નજર હેઠળ જંગલની બોર્ડર પર ભાજપના પ્રીતિપાત્ર એવા એક નિવૃત્ત કર્મચારીની હોટલ ગેરકાયદે ધમધમતી હોવા છતાં તંત્ર કોઈ પગલાં ભરતું નથી.

આ હોટલના સંચાલકો સત્તાધારી ભાજપની નજીકના છે. હોટલમાં અવારનવાર ભાજપની રાજકીય મીટિંગો પણ યોજાય છે. આ જ કારણે સ્થાનિક મામલતદાર કે વન વિભાગના ઊચ્ચ અધિકારીઓ આ ખુલ્લી ગેરરીતિ સામે પગલાં લેતા થથરી રહ્યા છે. અગાઉ જંગલનો રસ્તો ગેરકાયદેસર વાપરવા બદલ આ હોટલને દંડ ફટકારાયો હતો અને ગુનો પણ દાખલ થયો હતો. એટલું જ નહીં, પ્રવાસન વિભાગને ગેરમાર્ગે દોરીને મેળવેલું હોમ સ્ટેનું લાયસન્સ પણ ગેરકાયદે હોવાનું સામે આવતાં વર્ષ 2025માં પ્રવાસન વિભાગે તે રદ કરી નાખ્યું છે.



Source link

Related Articles

Back to top button