ચીને હદ કરી, ઈલોન મસ્કની જાસૂસી કરાવવા ચાઇનીઝ જનરલને ‘વેઈટ્રેસ’ બનાવ્યા હતા | China hired a Chinese general as a waitress to spy on Musk

![]()
– સ્વતંત્ર બ્લોગર જેનિફર ઝેંગનો ચોંકાવનારો દાવો
– ઝેંગે 2023માં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં પણ ચીનનો હાથ હોવાનો દાવો કર્યો હતો
China and Elon Musk : સ્વતંત્ર બ્લોગર જેનિફર ઝેંગે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ચીનના પ્રવાસ દરમિયાન અમેરિકન પ્રતિનિધિમંડળની જાસૂસી કરવાનો આરોપ ચીન પર મૂક્યો છે. તેણે આક્ષેપ કર્યો હતો કે અમેરિકન પ્રતિનિધિમંડળની આસપાસ જે હતા તે વેઇટર કે વેઇટ્રેસ નહીં પણ ચાઇનીઝ મિલિટરી ઓફિસર હતા. જો કે તેનો આ ચોંકાવનારો દાવો સાવ નવો નથી, તે અગાઉ પણ આવા દાવા કરી ચૂકી છે.
ઝેંગ આ અગાઉ ચોંકાવનારો દાવો કરી ચૂકી છે કે કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા ચીને કરાવી છે, જેથી ભારતને તેમા ફિટ કરીને પશ્ચિમી દેશો અને તેમની વચ્ચેના સંબંધો બગાડી શકાય.
તેણે અમેરિકાના અબજપતિ મસ્કને ટાંકીને જણાવ્યું હતું કે મસ્કની જોડે જે વેઇટ્રેસ ઊભી હતી તે એક્ટિવ ડયુટી ચાઇનીઝ ઓફિસર હતી. સાધારણ વેઇટ્રેસ ન હતી. તેણે જણાવ્યું હતું કે આ ચાઇનીઝ ઓફિસરનો વિડીયો ચાઇનીઝ સોશિયલ મીડિયા પર વાઇરલ છે.
તેનો દાવો છે કે મસ્કની જોડે ઊભેલી ચાઇનીઝ યુવતી તે મિલિટરી ઓફિસર ચેંગ ઝેંગ છે. તે એલાઇટ બટાલિયન કમાન્ડર છે. તેણે ચાઇના મિલિટરી સેરિમની માટે સ્પેશ્યલ ઓપરેશનલ મેન્યુઅલ લખ્યા છે. ઝેંગે તેની ત્રીજી પોસ્ટમાં ત્યાં સુધી જણાવ્યું હતું કે ચેંગ ચેંગના આ લાલ ડ્રેસમાં ગન કે કંઈ બીજું પણ હોવું જોઈએ. જો કે આ યુવતીના દાવાની સ્વતંત્ર ખરાઈ થઈ શકી નથી. ચાઇનીઝ સરકાર પણ આ પ્રકારના દાવાઓનો કોઈ પ્રતિસાદ આપતી નથી. જો કે સુરક્ષા નિષ્ણાતો તેના દાવાને જરા પણ હળવાશથી લેવા તૈયાર નથી.
તેઓનું માનવું છે કે પશ્ચિમી ટાર્ગેટ સામે આ પ્રકારની જાસૂસી કરવી તે ચીન માટે કંઈ નવી વાત નથી. ભૂતકાળના બનાવોમાં જોઈએ તો હાઈ પ્રોફાઇલ ફેંગ-ફેંગ કેલિફોર્નિયામાં અમેરિકન રાજકારણીઓ માટે જાળ બીછાવી હતી. આ સિવાય પશ્ચિમી ગુપ્તચર સંસ્થાઓ હંમેશા ચેતવણી આપતી રહી છે કે ચાઇનીઝ જાસૂસો નિર્દોષ વ્યક્તિ તરીકેનો ડોળ કરતાં કોર્પોરેટ ટેક સ્પેસીસ અને રાજકીય વર્તુળોમાં એન્ટ્રી મારી દે છે.



