गुजरात

દાવા પોકળ ઃ પેટ્રોલપંપોમાં ડીઝલ ખૂટયું, વાહનધારકો હેરાન-પરેશાન | Claims are hollow: Diesel shortage at petrol pumps vehicle owners are in trouble



ભાવનગર
જિલ્લામાં પૂરતો જથ્થાના દાવા પણ વાસ્તવિકતા અલગ

પેટ્રોલિયમ
કંપનીઓ
, ઈન્ડસ્ટ્રીઝ,
ડેરી, પાર્ટના પ્રતિનિધિઓ સાથે કલેક્ટરે
મિટીંગ કરી
, મામલતદારને ડેઈલી રિપોર્ટ લેવા, એસડીએમની ટીમને આકસ્મિક તપાસ કરવા આદેશ

ભાવનગરદેશના પાંચ રાજ્યોની
ચૂંટણી પૂરી થયા બાદ ભાવનગર જિલ્લાના લોકો માટે આફત કે અચ્છે દિન શરૃ થઈ ગયા છે.
ઈંધણનો પૂરતો જથ્થો હોવાના છાતિ ઠોકીને કરાતા દાવા વચ્ચે જમીની વાસ્તવિકતા જુદી જ
દેખાઈ રહી છે. ઘણાં પેટ્રોલપંપો ઉપર ડીઝલ ખૂટી જવાના કારણે વાહનધારકો અટવાયા હતા.
તાલુકા મથકો-ગ્રામ્ય વિસ્તારોમાં તો છેલ્લા કેટલાક દિવસોથી તો ડીઝલનો જથ્થો
મર્યાદિત જ આપવામાં આવી રહ્યો હોવાનો કકળાટ શરૃ જ છે.

ભાવનગર
જિલ્લામાં પણ ઓઈલ ક્રાઈસિસની અસર હવે વર્તાવા લાગી છે. આજે શુક્રવારે અલંગ
, નારી ચોકડી અને અન્ય
હાઈવે રોડ પરના પેટ્રોલપંપો પર ડીઝલ ખૂટી ગયાના પાટિયા લટકાવી દેવાતા બહારગામથી
આવતા-જતાં લોકો હેરાન-પરેશાન થયા હતા. જિલ્લાના મોટાભાગના તાલુકાઓ ઉપરાંત ભાવનગર
શહેરમાં પણ અમુક પેટ્રોલપંપો પર ડીઝલ ન મળતું હોવાનું ફરિયાદો સામે આવી હતી. આ બાબતે
જિલ્લા કલેક્ટર ડો.મનીષ કુમાર બંસલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે
,
રિપેરીંગના કારણે સપ્લાયનો ઈસ્યુ હોય શકે છે. ઈંધણની સપ્લાય ચેન
ખોરવાઈ નહીં તે માટે દરેક તાલુકામાં મામલતદારોને ડિમાન્ડ
, સપ્લાય,
ઉપલબ્ધ પુરવઠા વગેરેનો રોજેરોજ રિપોર્ટ લેવા કહીં દેવામાં આવ્યું
છે. એસડીએમની ટીમની પણ રચના કરી છે
, આ ટીમને કોઈપણ
પેટ્રોલપંપ પર આકસ્મિક તપાસ કરવા આદેશ આપી દેવાયા છે. આ ગંભીર બાબતે આજે સાંજે
પાંચ વાગ્યે સરકારી અને ખાનગી તમામ પેટ્રોલિયમ કંપનીઓ
, જિલ્લાના
ઈન્ડસ્ટ્રીઝ એકમો
, ડેરી, પોર્ટ વગેરેના
પ્રતિનિધિઓ સાથે મિટીંગ યોજી વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી જરૃરી સુચના આપવામાં આવી
છે.

અલંગમાં
કેરબાની લાઈનોએ રેશનશોપના કેરોસીન યાદ તાજા કરી

બે-અઢી
દાયકા પહેલા રેશનશોપમાંથી કેરોસીન લેવા માટે મહિલાઓ લાંબી લાઈનો લગાવીને ઉભા રહેતા
અને ડબલા લાઈનમાં મુકી રાખતા હતા. હવે કેરોસીન ભૂતકાળ બન્યું છે
, પરંતુ તેની યાદ ફરી
તાજી થઈ છે. અલંગમાં ડીઝલ સોનાથી પણ વધુ કિંમતી હોય તેમ પેટ્રોલપંપ પર ડીઝલ લેવા
માટે વાહનોની તો લાંબી-લાંબી લાઈનો લાગી જ હતી. પરંતુ કાળાકોપના તડકામાં લોકો
કેરબા લઈને ડીઝલ લેવા પહોંચતા કેરબાની પણ કતારો લાગેલી જોવા મળી હતી.

ખેડૂતો-ટ્રાન્સપોર્ટર્સ
માટે ડીઝલનું સંકટ મોટી ઉપાધી બની

ચોમાસુ
સિઝન માટે ખેતીની સિઝન હવે માથે આવી છે. આજ સમયમાં ડીઝલના સંકટે ખેડૂતોની ચિંતા
વધારી દીધી છે. બળદ જોતરી થતી પરંપરાગત વાવણી હવે નામશેષ થઈ ગઈ છે. ખેતરોમાં
ભાગ્યે જ બળદ દેખાઈ છે. બળદનું સ્થાન ટ્રેક્ટરોએ લીધું છે. ત્યારે જો પૂરતું ડીઝલ
ન મળવાનો પ્રશ્ન ઉભો રહેશે તો વાવણી કેમ થશે
? જો વાવણી નહીં થાય તો અન્ન સંકટનો પણ ખતરો
ઉદ્ભવે તેવી ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. ખેડૂતોની સાથે ડીઝલનું ટ્રાન્સપોર્ટરો માટે
પણ મોટી ઉપાધી બની ગયું છે. ઈંધણના અભાવે વાહનોના પૈડાં થંભાવી દેવા પડે તેવી
પરિવહનકારોમાં દહેશત ઉભી થવા લાગી છે.

સંગ્રહખોરી-કાળાબજારી
કરતા તત્ત્વો સામે પગલા ભરાશે

જિલ્લામાં
જો કોઈ પેટ્રોલ-ડીઝલની સંગ્રહખોરી
,
કાળાબજારી કરશે તો તેવા તત્ત્વો સામે કડક પગલા ભરવામાં આવશે.
અત્યારે ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જેથી પેનિક બાઈંગ કરવાના બદલે જરૃરિયાત
મુજબ જ ઈંધણ પૂરાવવા જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો છે. સંગ્રહખોરી-કાળાબજારી થતી
હોય તો તેની તંત્રને ફરિયાદ કરવા ઉમેર્યું હતું.



Source link

Related Articles

Back to top button