ગઢડાની પવિત્ર ઘેલો નદીમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાયો | Cleanup drive launched in Gadhada’s holy Ghelo River

![]()
15મી નાણા પંચની ગ્રાન્ટમાંથી કામ
થશે
સફાઈકાર્ય
પૂર્ણ થયા બાદ રૃા. ૬ કરોડના ખર્ચે રીવરફ્રન્ટનું કામ પણ હાથ ધરાશે
ગઢડા –
ગઢડા નગરપાલિકા દ્વારા પવિત્ર ઘેલો નદીના સફાઈ અભિયાનનો
પ્રારંભ કરાયો છે. આ અભિયાન અંદાજે રૃા વીસ લાખના ખર્ચે ૧૫ મી નાણા પંચની
ગ્રાન્ટમાંથી હાથ ધરાયુ છે. નદીની સફાઈ પૂર્ણ થયા બાદ અંદાજે રૃા ૬ કરોડના ખર્ચે
રીવરફ્રન્ટનું વિકાસ કામ પણ હાથ ધરવામાં આવશે.
ગઢડા
શહેરના મધ્ય વિસ્તારમાંથી પસાર થતી અને યાત્રાળુઓ માટે ઉન્મત ગંગા સ્વરૃપ
પ્રાસાદિક સ્થાન મનાતી ઘેલો નદીમાં વર્ષોથી ગંદકી અને ગાંડી વેલના ઝુંડ થવા ઉપરાંત
ચોમાસુ કાંપના કારણે નદીનું પૂરણ થઈ જવાથી પાણી સંગ્રહની ક્ષમતા ઓછી થઈ જવાના
કારણે પ્રાકૃતિક રૃપે નદી શુધ્ધિકરણ કામ જરૃરી બન્યું હતું. અત્રે એ ખાસ ઉલ્લેખનીય
છે કે,સ્વામિનારાયણ
સંપ્રદાયમાં ઉન્મત ગંગા તરીકે જાણીતી ઘેલો નદી છેલ્લા કેટલાક સમયથી દૂષિત થઈ ગઈ
હતી. આ સફાઈ અભિયાન પર્યાવરણને બચાવવાના પ્રયાસ સાથે ધાર્મિક અને સામાજિક મહત્વ પણ
ધરાવે છે.



