गुजरात

ગ્રીન કવર વધારવાની ગુલબાંગો વચ્ચે થલતેજના રહેણાંક વિસ્તારમાં પચાસથી વધુ વૃક્ષોનુ નિકંદન કઢાયું | Amidst the clamor to increase green cover



અમદાવાદ,બુધવાર,20
મે,2026

અમદાવાદના ગ્રીન કવરમા વધારો કરવા આ વર્ષે પચાસ લાખ
રોપાં-વૃક્ષો વાવવાનુ આયોજન કરાઈ રહયુ છે.વાસ્તવિકતા એ છે કે
, થલતેજ વોર્ડમાં
એવલોન હોટલથી તક્ષશીલા રોડ ઉપર આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના આશરે ૮૭૯૮
ચોરસમીટરના  પ્લોટને ફુલોમાંથી અગરબત્તી
બનાવવાના નામે એજન્સીને પધરાવી દેવાયો છે.રહેણાંક વિસ્તારમા આવેલા આ પ્લોટમાં દસ
વર્ષથી પણ વધુ જુના એવા પચાસથી વધુ વૃક્ષોનુ નિકંદન કાઢી નાંખવામા આવતા સ્થાનિક
રહીશોએ કોર્પોરેશનના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો છે.જો કોર્પોરેશન નિર્ણયમાં
ફેરબદલ નહીં કરે તો આંદોલન કરવાની પણ રહીશોની તૈયારી હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી
જાણવા મળ્યુ છે.

થલતેજ વોર્ડમાં આવેલી ટી.પી.સ્કીમ નંબર-૩૭ના ફાઈનલ પ્લોટ
નંબર-૧૭૩માં દૈનિક ધોરણે ધાર્મિક સ્થાનોમાંથી 
ઉત્પન્ન થતા ફૂલોનુ પ્રોસેસિંગ કરીને અગરબત્તી બનાવવા માટે ૨૨
સપ્ટેમબર-૨૫ની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ તરફથી એજન્સીને પ્લોટ ફાળવવા
ઉત્તર-પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગને લેખિત રજૂઆત કરવામા આવી હતી.ઝોનના એસ્ટેટ વિભાગને
એ પણ ખબર હતી કે જે પ્લોટની સોલિડ વેસ્ટ વિભાગ તરફથી માંગણી કરવામા આવી રહી છે. એ
પ્લોટના પાર્ટ ભાગમાં મિયાવાંકી પધ્ધતિથી વૃક્ષારોપણ કરવામા આવ્યુ છે. આમ છતાં આ
પ્લોટ કે જેનો હેતુ નેબરહૂડ સેન્ટર માટેનો હતો તે એક મેટ્રીક ટન ફૂલોનુ પ્રોસેસિંગ
કરી અગરબત્તી બનાવવા માટ ઓમકાર એન્ટરપ્રાઈઝને નવ સપ્ટેમ્બર-૨૫ના રોજ  એસ્ટેટ વિભાગ દ્વારા ફાળવી દેવામા આવ્યો
હતો.દરમિયાન રહેણાંક સોસાયટીઓના રહીશોને ધ્યાનમાં આ બાબત આવતા છેલ્લા દસેક દિવસથી
મ્યુનિસિપલ કોર્પોરેશન સામે વિરોધ વ્યકત કરાઈ રહયો છે.સ્થાનિક કોર્પોરેટરને આ
બાબતની જાણ થતા તેમણે હાલ પુરતી પ્લાન્ટ બનાવવાની કામગીરી અટકાવી દીધી છે.પ્રશ્ન એ
છે કે
,શાલીગ્રામ
ફલોરા સોસાયટી ઉપરાંત બોગનવિલા એપાર્ટમેન્ટ
,
શ્રીધરવિલા સોસાયટી સહિતની અન્ય સોસાયટીઓના રહીશોનો ઉગ્ર વિરોધ છે કે, અગરબત્તી
બનાવવાના નામે આ વિસ્તારમાં ઔદ્યોગિક પ્રદૂષણ જ કરાશે.

વૃક્ષો કાપવા બદલ મોટી રકમની પેનલ્ટી કરવા સ્થાનિકોની
માંગણી

થલતેજના રહેણાંક વિસ્તારમાં અગરબત્તી બનાવવા માટે પ્લાન્ટ શરુ
કરવા પચાસથી વધુ વૃક્ષો કાપી નાંખવામા આવ્યા છે. સ્થાનિકોની માંગણી મુજબ
, મ્યુનિસિપલ
કોર્પોરેશનની એસ્ટેટ મધ્યસ્થ કચેરી દ્વારા એક વર્ષ અગાઉ મોટી સંખ્યામાં વૃક્ષોનુ
નિકંદન કાઢવા બદલ એક એજન્સીને પચાસ લાખ રુપિયા સુધીનો દંડ ફટકારવામા આવ્યો હતો.તેજ
પ્રમાણે આ એજન્સીને પણ મોટી રકમનો દંડ ફટકારી જેટલા વૃક્ષો કપાયા છે એથી બમણા
વૃક્ષો ઉગાડવાની સજા કરવી જોઈએ.

પ્લોટ ફાળવનાર એસ્ટેટ વિભાગે ઔદ્યોગિક પ્રવૃત્તિ બંધ કરાવવા
કહયુ

થલતેજના રહેણાંક વિસ્તારમાં ૯ સપ્ટેમ્બર-૨૫ના રોજ
એન્વાયરમેન્ટ એન્જિનિયર સોલિડ વેસ્ટ વિભાગ
,આસિસ્ટન્ટ
મેનેજર સોલિડ વેસ્ટ
, ડેપ્યુટી
ડાયરેકટર સોલિડ વેસ્ટ વિભાગ અને ડાયરેકટર સોલિડ વેસ્ટની ભલામણથી ઉત્તર-પશ્ચિમ ઝોન
એસ્ટેટ વિભાગે પ્લોટની ફાળવણી કરી હતી.એજ એસ્ટેટ વિભાગે રહેણાંક વિસ્તારમા ચાલતી
ઔદ્યોગિક પ્રવૃત્તિ અટકાવવા ૧૬ મે-૨૬ના રોજ ડાયરેકટર સોલિડવેસ્ટ મેનેજમેન્ટને
લેખિત ભલામણ કરી છે.



Source link

Related Articles

Back to top button