गुजरात

અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire Breaks Out at Paint Manufacturing Company Near Sanand in Ahmedabad



Massive Fire in Ahmedabad: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના અગ્રણી ઔદ્યોગિક હબ ગણાતા સાણંદમાં ફરી એકવાર આગની મોટી દુર્ઘટના સામે આવી છે. સાણંદના મોરૈયા વિસ્તારમાં આવેલી કલર બનાવ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.

કેમિકલ અને કલર હોવાના કારણે આગ ઝડપથી પ્રસરી

મળતી માહિતી અનુસાર, મોરૈયામાં આવેલી આ ખાનગી ફેક્ટરી કલર બનાવવાનું કામ કરે છે. કંપનીમાં કલર અને તેમાં વપરાતા જ્વલનશીલ કેમિકલનો મોટો જથ્થો હાજર હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી ફેક્ટરીને લપેટમાં લીધી હતી. ફેક્ટરીની અંદરથી આગની જ્વાળાઓ નીકળતી જોઈને ત્યાં કામ કરતા શ્રમિકો અને આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

ઘટના અંગે તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા સાણંદ અને આજુબાજુના સ્ટેશનો પરથી ફાયર વિભાગની ગાડીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાયટરોના જવાનોએ પાણી અને ફોમનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. ફેક્ટરીની અંદર કોઈ મજૂર ફસાયું છે કે કેમ અને આગ કયા કારણોસર લાગી (શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ) તેની સત્તાવાર વિગતો હજુ સામે આવી નથી.





Source link

Related Articles

Back to top button