અમદાવાદથી ભાવનગર અને સુરત જવું થયું સસ્તું અને સુપરફાસ્ટ, STએ બદલ્યા રૂટ બદલતા ટિકિટના ભાવ ઘટ્યા | Ahmedabad Bhavnagar ST Volvo to Run on Dholera Expressway Travel Time Reduced

![]()
Ahmedabad-Bhavnagar ST Volvo Bus: માર્ચ મહિનામાં અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે ખુલ્લો મુકાયો હતો. તેવામાં હવે આ નવા રૂટ પર એસટીની પણ કેટલીક બસ શરૂ કરાઈ છે. જેમાં સૌપ્રથમ અમદાવાદ-ભાવનગર વચ્ચે ચાલતી એસટી વોલ્વો બસનો બાવળા, ધંધુકાવાળો જૂનો રૂટ બદલી હવે તેને ધોલેરા એક્સપ્રેસવે પરથી દોડાવવામાં આવશે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર અમદાવાદ-સુરતની નવી વોલ્વો બસ શરૂ
અમદાવાદ-ભાવનગરની તમામ એસટી વોલ્વો બસનો રૂટ બદલી દેવાયો છે. અગાઉ અમદાવાદથી દરરોજ બાવળા, ધોળકા, ધંધુકા થઈને ભાવનગર સુધી વોલ્વોની 12 રાઉન્ડ ટ્રિપનું સંચાલન કરાતું હતું. તેની જગ્યાએ હવે આ તમામ ટ્રિપ ધોલેરા એક્સપ્રેસવે તરફ ડાયવર્ટ કરી દેવાઈ છે. એટલે હવે ભાવનગરની તમામ વોલ્વો બસ ધોલેરા એક્સપ્રેસવે થઈને જશે. જેથી અમદાવાદ-ભાવનગર વચ્ચેનો અંતર ઘટી જતા ભાડામાં પણ 14 રૂપિયાનો ઘટાડો કરાયો છે. 351 રૂપિયાના બદલે હવે મુસાફરોએ 337 રૂપિયા ટિકિટ ભાડું ચૂકવવાનું રહેશે.
બીજી બાજુ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર પણ અમદાવાદ-સુરત વચ્ચે નવી વોલ્વો બસ શરૂ કરાઈ છે. આ રૂટ પર પણ અંતર ઘટી જતા મુસાફરો પાસેથી હવે 748 રૂપિયાના બદલે 687 રૂપિયા ટિકિટ ભાડું લેવાશે. નવા રૂટ પર ટ્રાફિકથી છુટકારો મળતા મુસાફરો અડધીથી એક કલાક વહેલાં ભાવનગર અને સુરત પહોંચી શકશે.



