નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of intoxicating syrup

![]()
સીરપનો જથ્થો સિહોરના શખ્સ પાસેથી મંગાવતો હતો
એસઓજીએ સીરપ, બાઇક, મોબાઈલ મળી રૃ.૪૪ હજારનો
મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર – ભાવનગર શહેરના લીલા સર્કલથી ટોપ થ્રી સર્કલ પાસેથી બાઈક
સાથે નશાકારક કફ સીરપના જથ્થા લઈને પસાર થઈ રહેલા શખ્સને સ્પેશિયલ ઓપરેશન ગૃપે
શખસને નશાકારક ૮૯ બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગૃપના સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન
બાતમી મળી હતી કે, શહેરના લીલાસર્કલથી ટોપ-૩ સર્કલ રોડ ઉપર પ્રવિણ રાજાભાઈ
કળસરિયા (રહે.રામેશ્વર સોસાયટી, ટોપથી સર્કલ, ભાવનગર) તેના કબજામાં નશાકારક કોડાઈન ફોસ્ફોસ્ટ ઘટક તત્વ ધરાવતી કફ સીરપના
જથ્થા સાથે ઉભો છે. જે બાતમીના આધારે દરોડો પાડી પ્રવિણ રાજાભાઈ કળસરિયાને પકડી
તલાશી લેતા પ્લાસ્ટીકના થેલાની તલાશી લેતા તેમાંથી ત્રણ જુદી-જુદી કંપનીની નશાકાર
કફ સીરપની ૮૯ બોટલ મળી રૃ.૧૯,૦૨૬ ની મળી આવતા પોલીસે બાઈક
નંબર જીજે-૧૪-એઆર-૩૧૦૫, કફ સીરપ, મોબાઈલ
મળી રૃ.૪૪,૦૨૬ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ કરતા સિહોર
રહેતો કેવટ ગોરડીયા વિકાસ કુરીયર અમદાવાદ મારફતે કફ સીરપની બોટલો મંગાવતો હોય અને
તે ત્યાંથી કફ સીરપની નશાકારક બોટલો વેચાણના હેતુથી લઈ આવતો હોવાની કબુલાત કરતા
એસઓજીએ ભરતનગર પોલીસ મથકમાં બે ઇસમ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ
ધરી છે.



