गुजरात
ભુજ ખાતે કૉંગ્રેસ દ્વારા પેટ્રોલ,ડીઝલના ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો
ભુજ
રિપોર્ટર – કેતન સોની
આજે કોંગ્રેસ દ્વારા ડીઝલ અને પેટ્રોલ ના ભાવ વધારા સામે ભુજ માં દેખાવ અને મામલતદાર ઓફીસ માં સોશિઅલ ડિસ્ટન્સ નો અભાવ જોવા મળ્યો હતો. સતત ડીઝલ અને પેટ્રોલ ના ભાવ વધારા સામે આજે કોંગ્રેસ દ્વારા ગુજરાત માં દેખાવો કરવામાં આવ્યો તેના ભાગ રૂપે આજે ભુજ ના જ્યુબિલિ ચાર રસ્તા પર કોંગ્રેસ દ્વારા ભાવ વધારા નો વિરોધ કરી પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેના સંદર્ભે પોલીસે દેખાવકારો ની અટકાયત કરવામાં આવી હતી જ્યારે બીજે ઘટના માં ભુજ મામલતદાર કચેરી ખાતે સોશિઅલ ડિસ્ટન્સ નો અભાવ જોવા મળ્યો હતો અને મામલતદાર સાથે રૂબરૂ મુલાકાત લીધી ત્યારે તેમને કાર્યવાહી કરીશું એવો ઉડાઉ જવાબ આપ્યો હતો