गुजरात

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in train



વડોદરા, તા.17 જોધપુર-હડપસર એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં સીટ પર બેસવા મુદ્દે એક મહિલા પ્રવાસી તેમજ પુરુષ પ્રવાસી વચ્ચે ઉગ્ર ઝઘડો અને મારામારી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

જેનમ સલીમખાન ખાન (રહે.મુમુરા ગામ, દેવી બાયપાસ, જિલ્લો થાણે)એ રેલવે પોલીસ સ્ટેશનમાં મયુર ડાહ્યાભાઇ પંડયા (રહે.શીવાંગીપાર્ક, લક્ષ્મીપુરા, વડોદરા) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઇવેન્ટનું કામ કરું છું. ઇવેન્ટના કામ માટે હું મહેસાણા ગઇ હતી અને મારા લગ્નની એનિવર્સરી હોવાથી હું મહેસાણાથી મુંબઇ પરત જવા માટે ટ્રેનની ટિકિટ લઇને જનરલ કોચમાં પ્રવાસ કરતી હતી.

સવારે આઠ વાગે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર આવતા કેટલાક પેસેન્જરો ઉતરતા સીટ ખાલી થતા રાતનો ઉજાગરો હોવાથી હું ઊંઘતી હતી ત્યારે એક પ્રવાસીએ આવીને ઉઠવાનું કહેતા મેં બીજી સીટ પર જાવો, હું હમણાં જ આડી પડી છું તેમ કહેતા તે પેસેન્જર મને જબરજસ્તી ઉઠવાનું કહેતા મેં ના પાડતા મારી ઝઘડો કરી મારામારી કરી હતી.

સામા પક્ષે મયુર પંડયાએ પણ જેનમ ખાન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સુરત જવા માટે હું ટ્રેનના પાછળના જનરલ કોચમાં ચડયો હતો અને બેસવા માટે જગ્યા જોતો હતો ત્યારે નીચેની સીટ પર કોઇ મહિલા ઊંઘતી હોવાથી મેં તેમને બેસવા માટે ઊભા થવાનું કહેતા તેઓ ઊઠયા ન હતા જેથી હું તમારો સૂતેલો ફોટો પાડી આગળ જાણ કરીશ તેમ કહેતા તે મહિલા અપશબ્દો બોલવા લાગી હતી અને મારી  હેન્ડબેગ પકડી બારીમાંથી નાંખવાનો પ્રયાસ કર્યો હતો બાદમાં મારામારી કરી હતી.



Source link

Related Articles

Back to top button