गुजरात

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok case are active again



વડોદરા,ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા કેટલાક બૂટલેગરો ફરીથી સક્રિય થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.  વહીવટદારની વગના કારણે સ્થાનિક પોલીસ કે અન્ય કોઇ બ્રાંચ રેડ પાડતા નહી હોવાની ચર્ચાએ પોલીસ શહેરમાં જોર પકડયું છે. જો આવા બૂટલેગરો એસ.એમ.સી.ના  હાથે પકડાશે  તો ફરીથી વડોદરા  પોલીસની આબરૃ જશે.

વડોદરામાં દારૃનો  ધંધો કરતા બૂટલેગરો વારંવાર પકડાવા છતાંય સુધરતા નથી. જેની પાછળ વડોદરા પોલીસની નિષ્ક્રિયતા જવાબદાર છે. સ્ટેટ મોનટરિંગ સેલની ટીમે એક જ મહિનામાં જવાહરનગર અને નંદેસરી પોલીસ સ્ટેશનમાં ઉપરાછાપરી રેડ પાડી હતી.  પહેલા ગુનામાં વોન્ટેડ હોવાછતાંય તેઓ વડોદરા  પોલીસની રહેમ નજર હેઠળ બિન્ધાસ્તથી દારૃનો ધંધો કરતા હતા. તેના  પગલે શહેર પોલીસની આબરૃ ગઇ હતી. તેના પરથી એવી છાપ ઉપસી રહી છે કે, બૂટલેગરો પર વડોદરા પોલીસનો કોઇ અંકુશ નથી.  છેલ્લા એક સપ્તાહમાં શહેરના અલગ  – અલગ વિસ્તારમાં દારૃ વેચાણના વીડિયો વાયરલ થતા એવી ચર્ચાએ જોર પકડયું છે કે, ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય થયા છે. હાલમાં જ પોલીસે  પકડેલા દારૃમાં પણ ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટીને આવેલા બૂટલેગરની સંડોવણી  હોવાની ચર્ચા છે. તે બાબતે ભીનુ સંકેલવા માટે એક વહીવટદારે સુશેન વિસ્તારમાં એક  વગદારને સાથે  રાખી મિટીંગ કરી હોવાની પણ ચર્ચા થઇ રહી છે. પોલીસ કમિશનર દ્વારા આ બાબતે તપાસ થાય તો સાચી  હકીકત બહાર આવે તેમ છે.

વોન્ટેડ આરોપી કારમાં દારૃની હેરાફેરી કરતા પકડાયો

દારૃની ૧,૩૧૬ બોટલ કબજે : આરોપી સામે અગાઉ ૧૧ ગુનાઓ નોંધાયા છે

વડોદરા,

પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે મોડીરાત્રે કારમાં દારૃ લઇને આવતા સન્ની ઉર્ફે બાબલો અજીતભાઇ રાજમલ, ઉં.વ.૨૬ (રહે.શક્તિનગર સોસાયટી, આજવારોડ) ને ઝડપી પાડયો હતો. જ્યારે તેની સાથે કારમાં બેઠેલો અન્ય આરોપી વિરેન રાજપૂત (રહે. કિશનવાડી) ભાગી ગયો હતો.  આ દારૃ કિશનવાડીના અજય તડવીએ પોર પાસેથી આપ્યો હતો. અજય કારની આગળ બાઇક લઇને પાયલોટિંગ કરતો હતો.પોલીસે બંનેેને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે દારૃની ૧,૩૧૬ બોટલ, એક મોબાઇલ ફોન અને કાર મળીને કુલ ૭.૬૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સન્ની બાપોદ પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ  હતો. તેની સામે અગાઉ ૧૧ ગુનાઓ નોંધાયા છે. 



Source link

Related Articles

Back to top button