दुनिया

ઇરાનની મસ્જિદોમાં હથિયારોની તાલિમ, ત્રણ કરોડ લોકોનું રજિસ્ટ્રેશન | Weapons training in Iran’s mosques three crore people registered



અમેરિકા-ઇઝરાયેલ સામે લડવા ઇરાન નાગરિકોને તૈયાર કરી રહ્યું છે

મોટી સંખ્યામાં મહિલાઓ પણ એકે-47 ચલાવવાનું શીખી રહી છે, તાલિમના વીડિયો લોકો સુધી પહોંચાડાઇ રહ્યા છે

તહેરાન: અમેરિકા અને ઇઝરાયેલ સામે ભિષણ યુદ્ધની સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે ઇરાન પોતાના નાગરિકોને તૈયાર કરી રહ્યું છે. આ માટે ઇરાન હવે મસ્જિદોનો પણ ઉપયોગ કરી રહ્યું હોવાનું સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું.

દાવા મુજબ ઇરાન પોતાના નાગરિકોને મસ્જિદોમાં હથિયારો ચલાવવાની ટ્રેનિંગ આપી રહ્યું છે. એકે-૪૭, રોકેટ લોન્ચર્સ કે અન્ય હથિયારો કેવી રીતે ચલાવવા તેના વીડિયો ઇરાનમાં જાહેર કરાઇ રહ્યા છે.  ઇરાનના અહવાઝ, કેરમન, બિજાર, શિરાઝ અને ઝાહેદાનમાં મસ્જિદોમાં મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો જોવા મળી રહ્યા છે. આ મસ્જિદોમાં તેઓને ઇરાનના સૈન્ય અને સરકાર દ્વારા હથિયારો ચલાવવાની તાલીમ આપમાં આવી રહી છે. જ્યારે દેશ પર હુમલો થાય ત્યારે નાગરિકો પોતાની સુરક્ષા કરી શકે કે દેશની રક્ષા કરી શકે તે હેતુથી આ તાલિમ અપાઇ રહી હોવાનો દાવો ઇરાની મીડિયાએ કર્યો છે. આ તાલિમમાં મોટી સંખ્યામાં યુવાનો પણ જોડાઇ રહ્યા છે. 

એકે-૪૭ સહિતના હથિયારોને કેવી રીતે ચલાવવા, તેમાં ગોળીઓ કેવી રીતે છૂટે અને તેને ચલાવતી વખતે કેવી તકેદારી રાખવી વગેરેના વર્ગો મસ્જિદોમાં તેમજ અન્ય સ્થળે શરૂ કરી દેવાયા છે.  વળી ઇરાન આ તાલિમના વીડિયો પોતાના મીડિયા દ્વારા જાહેર કરી રહ્યું છે, જેથી વધુમાં વધુ લોકો સુધી યુદ્ધની સ્થિતિમાં હથિયારો કેવી રીતે ચલાવવા તેની તાલિમ પહોંચી શકે. લોકો પણ બહુ જ ઉત્સાહ સાથે આ તાલિમમાં ભાગ લઇ રહ્યા છે, આશરે ત્રણ કરોડથી વધુ લોકોએ હથિયાર ચલાવવાની તાલિમ મેળવવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ઇરાનમાં હાલ અનેક મસ્જિદોને તાલિમ કેન્દ્ર બનાવી દેવામાં આવી છે. કેટલાક વીડિયોમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાથમાં એકે-૪૭ સાથે જોવા મળી રહી છે.  



Source link

Related Articles

Back to top button