गुजरात

૨.૪૪ કરોડના દારૃમાં ૧૧ મહિનાથી વોન્ટેડ બૂટલેગર ઝડપાયો | Bootlegger wanted for 11 months caught in liquor worth Rs 2 44 crore



વડોદરા,દશરથ ગામે દારૃના ગોડાઉનમાં રેડ પાડી ૨.૪૪ કરોડનો દારૃનો જથ્થો કબજે કર્યો હતો. આ ગુનામાં ગોડાઉન ભાડે રાખનાર આરોપી ૧૧ મહિનાથી નાસતો ફરતા ે હતો. પોલીસે તેને ઝડપી પાડયો છે. 

છાણી પોલીસ સ્ટેશનની હદમાં આવતા દશરથ ખાતે બાલાજી ટ્રેડર્સ નામના સ્થળે દારૃનું ગોડાઉન હોવાની વિગતો મળતાં એસએમસીની ટીમે દરોડો પાડયો હતો.આ વખતે દારૃના ખેપિયાઓ દ્વારા એક કન્ટેનરમાંથી દારૃના મોટા બોક્સ ઉતારવામાં આવતા હતા. જેથી પોલીસે સ્થળ પરથી ચાર જણાને ઝડપી પાડયા હતા.ગાંધીનગરની ટીમે કુલ રૃ.૨.૪૪ કરોડની કિંમતની દારૃની ૧.૨૬લાખ બોટલો કબજે કરી હતી.જ્યારે,કન્ટેનર,રોકડા રૃ.૬૨૫૦, ચાર મોબાઇલ પણ કબજે કર્યા હતા. આ ગુનામાં છેલ્લા ૧૧ મહિનાથી નાસતા ફરતા આરોપી વિકાસકુમાર હાપુરામ ખીચડ ( બિશ્નોઇ) (રહે.સાંઇ એવન્યુ, કોયલી, મૂળ રહે.કરવાડા બિઢાણી ,તા.રાનીવાડા,જિ.ઝાલોર, રાજસ્થાન) ને પોલીસે ઝડપી પાડયો છે. આરોપી સામે અગાઉ ખેડાના મહેમદાવાદ તથા વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાયા છે. જ્યારે છાણી અને અંકલેશ્વરના ગુનામાં તે વોન્ટેડ હતો.



Source link

Related Articles

Back to top button