गुजरात

નંદેસરી વિસ્તારમાં દારૃ વેચતા બે આરોપી ૧૩૨ બોટલ સાથે ઝડપાયા | Two accused arrested with 132 bottles of liquor selling in Nandesari area



વડોદરા,નંદેસરી વિસ્તારમાં દારૃનો  ધંધો કરતા બે આરોપીને પોલીસે ઝડપી પાડી દારૃની ૧૩૨ બોટલ કબજે કરી છે. જ્યારે બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.

નંદેસરી  પોલીસે મળેલી માહિતીના આધારે નંદેસરી જી.આઇ.ડી.સી. નજીક ખુલ્લી જગ્યામાં દારૃ વેચતા આરોપી નરેન્દ્ર ગણપતભાઇ ગોહિલ,ઉં.વ.૩૪ (રહે. અનગઢ ગામ) ને ઝડપી પાડયો હતો.  પોલીસે તેની પાસેથી દારૃની ૪૮ બોટલ કિંમત રૃપિયા ૮,૧૬૦ ની કબજે કરી છે. જ્યારે નરેન્દ્રને દારૃ આપનાર દિલીપસિંહ પરમારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

જ્યારે અન્ય એક કેસમાં નંદેસરી  પોલીસે દારૃનો ધંધો કરતા રાજકુમાર પ્રતાપભાઇ રાઠોડ (રહે. નંદેસરી ગામ) ને ઝડપી પાડી તેની પાસેથી દારૃની ૮૪ બોટલ કિંમત  રૃપિયા ૧૦,૧૩૦ ની કબજે કરી છે. જ્યરે દારૃ આપી જનાર  અલ્પેશ ગોહિલની પોલીસે શોધખોળ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button