दुनिया

યુદ્ધવિરામ વેન્ટિલેટર પર : – યુએઈના પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો | Ceasefire on ventilators: Drone attack on UAE nuclear plant



– મધ્ય-પૂર્વના એકમાત્ર પરમાણુ પાવર પ્લાન્ટ પર ત્રણ ડ્રોનથી હુમલો, બે તોડી પડાયા : રેડિયોએક્ટિવ લીકેજનું જોખમ નહીં

– અમેરિકાના 11 એરફોર્સ-સી 17 વિમાન મધ્ય એશિયાથી યુરોપ રવાના, યુરેનિયમના સંભવિત ભંડાર પર પણ હુમલાની તૈયારી

– ટ્રમ્પે 400 કિલો યુરેનિયમ ટ્રાન્સફર કરવા સહિત ઈરાન સામે પાંચ શરતો મૂકી

– ટ્રમ્પે યુદ્ધજહાજ પર કમાન્ડર સાથેની તસવીર ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી લખ્યું, યુદ્ધ પહેલાંની શાંતિ

દુબઈ: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે હાલ તણાવભરી અશાંતિ છે ત્યારે સંયુક્ત આરબ અમિતાના બારાકાહ પરમાણુ પાવર પ્લાન્ટ પર રવિવારે એક ડ્રોન હુમલાથી ભારે આગ ફાટી નીકળી હતી. આ હુમલો ઈરાને કર્યો હોવાની આશંકાથી યુદ્ધવિરામ જોખમમાં મુકાઈ ગયો છે. બીજીબાજુ ઈરાન પર વધુ ભયાનક અને વિનાશક હુમલાની તૈયારી કરતા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે યુદ્ધનો કાયમી અંત લાવવા યુરેનિયમ ટ્રાન્સફર કરવા અને પરમાણુ સુવિધાઓ પર મર્યાદા સહિત પાંચ શરતો મૂકી છે. આ સાથે ટ્રમ્પે ‘યુદ્ધ પહેલાંની શાંતિ’ એમ લખીને ઈરાનને ધમકી આપી છે. જોકે, ઈરાને ફરી એક વખત ટ્રમ્પની આ શરતો નકારી કાઢી છે.

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ ગમે ત્યારે ભાંગી પડે અને ફરીથી યુદ્ધ શરૂ થઈ જાય તેવી આશંકા છે. આવા સમયે સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)ના બારાકાહ પરમાણુ ઊર્જા એકમ પર રવિવારે ડ્રોન હુમલો કરાયો હતો. આ હુમલાના કારણે પ્લાન્ટની બહારની સરહદ પર સ્થિત એક ઈલેક્ટ્રિકલ જનરેટરમાં આગ લાગી ગઈ હતી. જોકે, પરમાણુ પાવર પ્લાન્ટની સુરક્ષા પર કોઈ અસર નથી થઈ અને તેની જરૂરી સિસ્ટમોને પણ કોઈ નુકસાન નહીં થયું હોવાની ફેડરલ ઓથોરિટી ફોર ન્યુક્લિયર રેગ્યુલેશને પુષ્ટી કરી છે.

અબુ ધાબીના અધિકારીઓએ કહ્યું કે, પશ્ચિમી સરહદેથી ત્રણ ડ્રોન આવ્યા હતા, જેમાંથી બેને તોડી પડાયા હતા, પરંતુ એક ડ્રોન પાવર પ્લાન્ટમાં ઘૂસી ગયું હતું અને ઈલેક્ટ્રિકલ જનરેટર પર પડયું હતું. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ પણ સંગઠને લીધી નથી. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ અને કોઈ પણ પ્રકારનું રેડિયોએક્ટિવ લિકેજ પણ નથી થયું. અધિકારીઓ મુજબ આ હુમલો ઈરાને કર્યો હોવાની આશંકા વધુ છે. છેલ્લા કેટલાક દિવસોથી ઈરાન સતત યુએઈને હુમલાની ધમકીઓ આપી રહ્યું હતું. યુએઈએ યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના આયરન ડોમ મિસાઈલ સંરક્ષણ સિસ્ટમ અને સૈનિકો તૈનાત કર્યા હતા, જેનાથી ઈરાન નારાજ હતું. દક્ષિણ કોરિયાની મદદથી નિર્મિત ૨૦ અબજ ડોલરનો બારાકહ પરમાણુ ઊર્જા પ્લાન્ટ વર્ષ ૨૦૨૦માં ચાલુ થયો હતો. આ પરમાણુ પ્લાન્ટ આરબ દેશોમાં પહેલો અને એકમાત્ર પરમાણુ પાવર પ્લાન્ટ છે. આ પ્લાન્ટ યુએઈની ચોથા ભાગની વીજ જરૂરિયાતો પૂરી કરવાની ક્ષમતા રાખે છે. આરબ દુનિયામાં આ પહેલો કોમર્શિયલ પરમાણુ પાવર પ્લાન્ટ છે. દરમિયાન અમેરિકા અને ઈઝરાયેલ ઈરાન પર વધુ ભયાનક અને વિનાશક હુમલાની તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલ છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ અમેરિકાના ૧૧ એરફોર્સ-સી-૧૭એ વિમાન મધ્ય એશિયાથી યુરોપ તરફ રવાના થયા છે. ૨૮ ફેબુ્રઆરીએ હુમલા પહેલા પણ અમેરિકા અને ઈઝરાયેલની આવી જ હિલચાલ જોવા મળી હતી. 

અમેરિકન સંરક્ષણ મંત્રાલય મુજબ આ વખતે ટ્રમ્પ ઈરાન પર હુમલો કરશે તો સૈન્ય સ્થળો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે યુરેનિયમના સંભવિત ભંડારો પર પણ હુમલા કરાવામાં આવી શકે છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે સવારે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક કમાન્ડર સાથે પોતે સમુદ્રી જહાજમાં પ્રવાસ કરતા હોય તેવી એક તસવીર પોસ્ટ કરી હતી અને સાથે લખ્યું હતું, કે આ યુદ્ધ પહેલાંની શાંતિ છે. ટ્રમ્પની આ પોસ્ટથી અમેરિકા અને ઈઝરાયેલ ઈરાનમાં ફરીથી વધુ ભયાનક અને વિનાશક યુદ્ધની તૈયારી કરી રહ્યા હોવાની આશંકા વધી છે.

આ સિવાય ટ્રમ્પે યુદ્ધનો કાયમી અંત લાવવા માટે ઈરાન સમક્ષ પાંચ શરતો મૂકી છે. અમેરિકાએ અગાઉથી ઈરાન પર લગાવેલા પ્રતિબંધો અને નીતિગત નિર્ણયોના કારણે ઈરાનને થઈ રહેલા નુકસાન માટે કોઈપણ વળતર આપવાનો ઈનકાર કરી દીધો છે. ઉપરાંત અન્ય શરતોમાં ઈરાન પર ૪૦૦ કિલો સંવર્ધિત યુરેનિયમ તેને આપી દેવા અને ઈરાનની પરમાણુ સુવિધાઓ પર મર્યાદા નાંખવાની માગ કરી હતી.

આ સાથે અમેરિકાએ વિદેશોમાં ફ્રીઝ કરાયેલી ઈરાની સંપત્તિઓને નહીં છોડવા અને લેબનોન સહિત બધા જ યુદ્ધો રોકવા માટે વાતચીતનો પણ તેની શરતોમાં સમાવેશ કર્યો છે. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સી મુજબ ઈરાને ટ્રમ્પની આ શરતો માનવાનો ઈનકાર કરી દીધો છે. સાથે ઈરાને પણ અમેરિકા સાથે વાતચીત માટે તેની પાંચ શરતો અંગે વાત કરી હતી.

– ઓફોગ ચેનલના એન્કરે પહેલાં છત પર ફાયરિંગ કર્યું

– ઈરાનના ન્યૂઝ એન્કરનો યુએઈના ધ્વજ પર એકે-47થી ગોળીબાર

– આઈઆરજીસી કમાન્ડરે એકે-47 એસોલ્ટ રાઈફલની દર્શકોને લાઈવ તાલિમ આપી

તહેરાન: મધ્ય-પૂર્વમાં યુદ્ધના તણાવ વચ્ચે ઈરાનની એક સરકારી ન્યૂઝ ચેનલમાં એક લાઈવ બ્રોડકાસ્ટમાં ટીવી ન્યૂઝ એન્કરે સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)ના રાષ્ટ્રીય ધ્વજ પર એકે-૪૭થી ધનાધન ગોળીબાર કરતાં હોબાળો મચી ગયો હતો.

ઈરાનમાં સરકારી માલિકીની ઓફોગ ચેનલ પર લાઈવ હથિયારોની તાલિમ આપતા કાર્યક્રમ સમયે આ ઘટના બની હતી. ચેનલ પર પ્રસારિત આ કાર્યક્રમમાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના એક કમાન્ડરને સ્ટુડિયોમાં આમંત્રિત કરાયો હતો. તે ઓન-એર દર્શકોને એકે-૪૭ એસોલ્ટ રાઈફલના એક વેરિઅન્ટને લોડ કરવા અને તેને ચલાવવાનો લાઈવ ડેમો આપી રહ્યો હતો. કાર્યક્રમ સમયે આઈઆરજીસીના કમાન્ડરે દર્શકોને સરકાર સમર્થક રેલીઓમાં લગાવાયેલા વિશેષ બૂથો પર જવા અને ત્યાં હથિયારોની તાલિમ આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ શોના અંતમાં ટીવી એન્કરે રાઈફલ લીધી, પહેલા સ્ટુડિયોની છતમાં એક હવાઈ ફાયર કર્યો અને પછી સીધા સ્ટુડિયોમાં લાગેલા યુએઈના ઝંડા પર નિશાન તાકી ગોળીબાર શરૂ કરી દીધો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો. આ ઘટનાથી ઈરાન અને ખાડી દેશો વચ્ચે પહેલાથી તણાવપૂર્ણ સંબંધ વધુ બગડવાની આશંકા વધી ગઈ છે.



Source link

Related Articles

Back to top button