गुजरात
ગોરવા મધુનગર વિસ્તારમાં સાળા ઉપર બનેવીનો તલવાર વડે હુમલોઃબનેવી અને તેના ભાઇની ધરપકડ | assault on youngman in gorwa

![]()
વડોદરાઃ ગોરવા વિસ્તારમાં એક યુવક ઉપર તલવાર અને લાકડી વડે હુમલાના બનાવનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે બે હુમલાખોરની ધરપકડ કરી છે.
પોલીસે કહ્યું છે કે,ગોરવાના ગુરફાન અહેમદને ત્યાં લગ્ન પ્રસંગ છે અને તેને અને તેના બનેવી વચ્ચે મનદુઃખ હોવાથી બનેવીએ ધમકી પણ આપી હતી.
ત્યારબાદ શેહવાઝ આઝાદ પઠાણ અને તેના ભાઇ જાવેદ પઠાણ(બંને રહે.નિસાર રેસિડેન્સી,મધુનગર પાસે,ગોરવા)એ ગુરફાનને નીચે બોલાવી તેના પર તલવાર અને લાકડી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.જેથી બંને ભાઇઓની ધરપકડ કરવામાં આવી છે.



